હંમેશા બેસીને પાણી પીવાની આદત રાખો.
– એક સાથે વધુ પાણી પીવાની જગ્યાએ સિપ-બાય-સિપ પાણી પીવો.
– ગરમ પાણી અથવા રૂમ ટેમ્પરેચર પર રાખેલું પાણી પીવો. ઠંડુ પાણી તમારી પાચનશક્તિને નબળી કરી દેશે, જેથી ડાયરેક્ટ ફ્રીજમાંથી ઠંડુ પાણી પીવાનું ટાળો.
– પાણીનો સંગ્રહ કરવા માટે માટીના વાસણ, તાંબા અથવા સ્ટીલનો ઉપયોગ કરો. વહેતું પાણી ક્યારેય ન પીવો. હંમેશા સંગ્રહિત પાણી પીવો.

– સારા પાચન માટે, ઉકાળેલું પાણી પીવો.
-સવારે ઉઠીને સૌ પ્રથમ ગરમ પાણી પીવાની આદત કેળવો.
કેટલું પાણી પીવું જોઇએ?
પાણી સ્વાસ્થ્ય માટે સારું છે તેમ માનીને તમારે જરૂર કરતાં વધુ પાણી પીવાની જરૂર નથી. ડો. રાધામોની જણાવે છે કે, આયુર્વેદ અનુસાર પાણીને પણ પચાવવું જરૂરી છે. વ્યક્તિદીઠ પાણીની જરૂરિયાત અલગ હોય છે. જો તમને કબજીયાત રહેતી હોય, મોઢું સુકાતું હોય, પેશાબ પીળાશ પડતો આવતો હોય અને પરસેવો ન વળતો હોય તો તમારે વધારે પાણી પીવાની જરૂરિયાત છે.

ક્યારે પાણી પીવું જોઇએ
જમ્યાના 30 મિનિટ પછી અથવા તે પહેલાં પાણી પીવો. કુપોષિત વ્યક્તિ માટે ખોરાક પછી 30 મિનિટ અને વધુ વજનવાળા વ્યક્તિ માટે ભોજન પહેલાં 30 મિનિટ પાણી પીવું યોગ્ય છે. તેણીએ વધુમાં જણાવ્યું કે, ઉનાળા સિવાય તે દરેક સિઝનમાં જીરા સાથે ઉકાળેલું પાણી પી શકો છો.
