આપણે જાણીએ જ છીએ કે વૃક્ષ વાવવાથી કેટલા ફાયદા થાય છે, જે પ્રકૃતિ પ્રેમી, પર્યાવરણ પ્રેમી અને પ્રાણી – પક્ષી પ્રેમીઓ પણ આ બાબતના ઘણીવાર સેમિનાર પણ કરતા હોય છે, જે ખુબ જ સારી વાત છે અને તેમાંથી લોકોને જાગૃતતા અને શીખવા મળે છે,
ઘણા લોકો જૂની ચોકીઓ ભંગારમાં આપી દે છે, અને તેનું વળતર પણ મામૂલી કે ઘણું ઓછું મળે છે પણ એ કરવા કરતા તમે આ ચોકીને જો ફરતા હોલ કરી તેને નાની સાંકળ વળે કોઈ વૃક્ષની ડાળખી પર બાંધી દો તો વેસ્ટ માંથી બેસ્ટ થશે અને પક્ષી કે ખિસકોલી ત્યાં આરામથી ખોરાક ખાઈ શકશે અને તમને પુણ્ય પણ મળશે..
હાલમાં તમે જોશો કે ખિસકોલીઓ પોતાના ખોરાક ગોતવા માટે રોડ પરથી પસાર થાય છે જેથી તે ગાડીઓ નીચે આવી મરી જાય છે,
જો તમે આ રીતે વૃક્ષ પર ખોરાક આપવાની વ્યવસ્થા કરી દેશો તો ઘણી ખિસકોલી બચી જશે અને તેને સરળતાથી ખોરાક પણ મળી જશે…
તેમજ આવીજ રીતે તમે ૧ થી ૫ લિટરના વેસ્ટ જતા કેરબા જેવાકે તેલના કે કોઈ પણ ખાદ્યના વેસ્ટ જતા હોય તેને સારી રીતે ધોઈ તડકામાં સુકવી કેમિકલ મુક્ત કરીને તેને પાણીના કુંડા તરીકે ઉપયોગ કરી શકો છો.
લેખક – (પોતાની કલમે) – કલ્પેશિંહ ઝાલા -ભાવનગર
ફોટો – BharatBhai Sohagiya