આઈ શ્રી માં મોગલનું મંદિર ભાવનગરના મહુવા તાલુકામાં ભાગુડા ગામે વર્ષો જૂનું પ્રાચીન ઇતિહાસ ધરાવતુ માતાજીના આ સ્થાનનુ ઘણું મહત્વ રહેલુ છે. મંદિર પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલુ ભગુડા ગામ આવેલુ છે. ખુલ્લા હરિયાળા ખેતરોની વચ્ચે અને પહાડની બાજુમાં આવેલું છે આઇ શ્રી માં મોગલધામ..
ભાગુડામાં આઇ મોગલ બિરાજમાન છે. આ સ્થાન સાથે ઘણી ચમત્કારી ઘટનાઓ અને જૂની કથાઓ જોડાયેલી છે. ગુજરાત માંથી તેમજ દેશ – વિદેશમાંથી શ્રદ્ધાળુઓ આ ધામ ભગુડામાં આવે છે.
*મોગલધામના પ્રાચીન ઇતિહાસ પણ છે ચાલો તે વિષે માહિતી મેળવીએ..
આ પવિત્ર ધામના ઈતિહાસ વિશે વાત કરીએ તો, માં ભગુડામાં શા માટે બિરાજે છે. અને તેના પાછળ પણ એક રોચક કથા જોડાયેલી છે. અહીં આહીરો, ચારણો તથા અન્ય માલધારી જ્ઞાતિ રહેતા.. આ લોકો એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થતા, ભગુડા નેસમાં રહેતા કામલિયામાજીને તેની બહેન જેવા ચારણ ભાઈએ કપડામાં આઇ મોગલ ભેટમાં આપ્યા.
કપડામાં મા મોગલ ભેટ આપતા કહ્યું ગીરમાં તમામ માલધારીઓના દુઃખ આ માતાએ હર્યા છે. આથી તુ પણ તારા નેસમાં જઈ આઇનુ સ્થાપન કરજે પછી તું જોજે તારા નેસમાં દુઃખ કોઈ દિવસ ડોકાશે નહિ. આ પછી આ માજીએ આઇ મોગલનુ સ્થાપન કર્યું. કાપડે આવેલીમાં મોગલ એ સમગ્ર આહીર સમાજના દુઃખ દૂર કર્યા. આ સમયથી જ ચારણો અને પછી આહીરો પણ માં મોગલને કુળદેવી તરીકે પૂજવા લાગ્યા.
*આ ઉપરાંત અહીંના ઐતિહાસિક મહત્વની વાત કરીએ તો,
પાંડવો, દ્રૌપદી અને શ્રી કૃષ્ણ ચર્ચા વિચારણા કરી રહ્યા હતા. આ સમયે દ્રૌપદીએ પોતાનુ મંતવ્ય રજૂ કર્યું. દ્રૌપદીનુ આ મંતવ્ય સાંભળી ભીમને હસવુ આવે છે. શ્રી કૃષ્ણએ દ્રૌપદીની વાત પર આવી રીતે હાસ્ય ન કરવા પર સમજાવ્યા. કૃષ્ણએ સાથે સાથે ધ્યાન પણ દોર્યું કે તમે આમ કરીને અજાણતા પણ આદિશક્તિનુ અપમાન કરી રહયા છો. દ્રૌપદીને ઓળખવા ઈચ્છતા હોય તો મધ્ય રાત્રિએ સ્નાન કરવા સરોવર જાય ત્યારે તમે સંતાઈને પાછળ જજો.
કૃષ્ણએ સાથે સાથે આ વાતનુ ધ્યાન રાખવાનું પણ કહ્યું, તમને અવાજ સંભળાય ત્યારે તમે જે ઈચ્છતા હોય તે માંગી લેશો. તમે ત્યારે કહેશો, પાંડવ કુંતા અને નારાયણ તારા ખપ્પરમાં નહિ પણ બાકી બધા તારા ખપ્પરમાં. આમ આટલુ કહ્યા પછી તરત પાણીમાં 100 જોજન દૂર જતો રેહજે.
ભાગુડાનો વિડીઓ પણ જોઈ શકો છો..
જો કે ભીમસેન તે દિવસે જે જોયું તેનાથી હેપતાઈ જાય છે. તેઓ સ્નાન કરવા આવેલા દ્રૌપદીને સંતાઈ ને જોવા લાગ્યા હતા. દ્રૌપદી એ અચાનક જોગમાયાનુ રૂપ ધારણ કરી લીધુ અને દશે દિશામાથી ત્રાડો સંભળાવા લાગી. ત્રાડ નાખતા દ્રૌપદીએ કહ્યું જે અહી ઉપસ્થિત હોય અને જે માંગવુ હોય એ માંગી લો.
ભીમ પહેલા તો દ્રૌપદીને જોગમાયાના રૂપમાં જોઈને ડરી ગયો હતો. અને તરત જ સ્વસ્થતા કેળવીને શ્રી કૃષ્ણએ કહેલા શબ્દોને યાદ કર્યા અને વરદાન માંગતા જોગમાયાએ તથાસ્તુ કહ્યું. આ સાથે જ ભીમ સેન પાણીમાં 100 જોજન દૂર ડૂબકી મારી ચાલ્યા જાઈ છે. અને જોગમાયાના મોઢામાંથી અગ્નીવર્ષા થઇ અને 100 જોજન સુધી પાણી ઉકળી ઉઠ્યુ. જેના મોંમાથી અગ્નિ વર્ષા ઉત્પન્ન થઈ એટલે તે મોગલ મા.
*આ મંદિરના નિર્માણ વિશે વાત કરીએ તો
મંદિરનો જીર્ણોદ્ધાર 22 કે 23 વર્ષ પહેલાં થયેલ છે. મોગલધામના આકર્ષણમાં મુખ્ય લપસીના પ્રસાદનો સમાવેશ થાય છે.
માતાજીને લાપસી પ્રિય હોવાથી ભક્તો લાપસીની માનતા રાખે છે. અહીં દૂર દૂરથી આવતા ભક્તો માતાજીને લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે. એક માન્યતા મુજબ લાપસીનો પ્રસાદ ખાવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ભગુડા ગામમાં અન્નક્ષેત્રની પણ સુવિધા છે. આ ઉપરાંત માતાજીને શણગાર અર્પણ કરવામાં આવે છે. ભકતો માનતા પૂરી થયો ત્યારે ઘર તેરો કરતા હોય છે. જેમને શેર માટીની ખોટ હોય તે ભક્તો માતાજીની માનતા રાખે છે.
ભકતોના ત્યાં પારણુ બંધાય ત્યારે ભક્તો મંદિરમા બાળકનો ફોટો મા ટિંગાળવામાં આવે છે. ભગુડા ગામમાં કોઈના ઘરમાં ચોરી થતી નથી. દર મંગળવાર અને રવિવાર અને ચૈત્રી અને આસો નવરાત્રીમાં ખુબ ભીડ જોવા મળે છે. મંદિરે આરતીનો સમય સવારે 7 વાગે અને સાંજે સંધ્યા સમયે આરતી થાય છે. દર્શન નો સમય આ મંદિર 24 કલાક ખુલ્લુ રહે છે.
મોગલધામમાં તમે કેવી રીતે પહોંચશો તેની વાત કરીએ તો ભાવનગર થી મહુવા હાઇવે પર તળાજાથી 20 કિલોમીટર દૂર મોટી જગધાર ગામ આવશે ત્યાંથી થોડું આગળ જઈને જમણી તરફ વળી જઈને 3 કિલોમીટર અંદર ભગુડા મોગલધામમાં પહોચી શકાય છે.
નજીકના રેલ્વે સ્ટેશનની વાત કરીએ તો ભાગુડાથી ભાવનગર ૭૩ કિમી થાય છે, ભાવનગર રેલ્વે સ્ટેશન છે અને નજીકનુ એરપોર્ટ ભાવનગર અને બીજી તરફ દીવ છે જે, દીવ ૧૩૪ કિમી દૂર છે. મહુવાથી ભાગુડા નજીક થાય છે ત્યાંથી ખાલી ૨૪ કિમી થાય છે..
જો આનાથી પણ વિશેષ માહિતી આ મંદિરની આપની પાસે હોય અથવા અન્ય ભાવનગરના મંદિરની કે ઐતિહાસિક માહિતી આપની પાસે હોય તો અમને અવશ્ય ઈ મેલ કરશો. apnubhavnagar@gmail.com