દુનિયાભર માં એવાતો ઘણા બધા વૃક્ષ અને છોડ છે જેમાંથી ઘણા વૃક્ષ વિષે આપણે જાણીએ છીએ અને ઘણા એવા પણ વૃક્ષ છે કે જેના વિષે લોકોને ખબર નથી હોતી. બધા વિષે જાણવું પણ સંભવ નથી હોતું કેમ કે વિશ્વમાં વૃક્ષ ની ઘણી બધી પ્રજાતિઓ છે. પરંતુ આજે અમે તમને જે વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ તેનો સબંધ ધરતી સાથે નથી પરંતુ સ્વર્ગલોક સાથે છે.
શિવ ભક્તો ની મનોકામના પૂર્ણ કરવા માટે તેને સ્વર્ગ થી લઈને મૃત્યુલોક માં લાવવામાં આવ્યું હતું. આપણે અહી પારિજાત વૃક્ષ ની વાત કર્યે છીએ જેને શાસ્ત્રો માં ઉતમ સ્થાન મળેલું છે. ઉતર પ્રદેશ માં બારાબંકી જનપદ માં સફદરગંજ ની પાસે કોટવા આશ્રમ ની પાસે આ વૃક્ષ આવેલું છે.
એવું કહેવામાં આવે છે કે મહાભારત કાળ માં આજ્ઞાતવાસ ભોગવી રહેલા પાંડવો માતા કુંતી ની સાથે આ સ્થાન ઉપર આવ્યા હતા. અહી પાંડવો એ એક શિવ મંદિર ની સ્થાપના કરી એટલા માટે તેની માતાને શિવ ની પૂજા કરવામાં કઈ પણ તકલીફ ઉભી ના થાય. શ્રીકૃષ્ણ નાં આદેશ ઉપર પાંડવ પોતાની માતા માટે સત્યભામા ની વાટિકા થી પારીજાત વૃક્ષ ને લઈને આવ્યા કેમકે તે વૃક્ષ ના ફૂલો થી માતા કુંતા શિવ ની આરાધના કરતા હતા. ત્યારથી આ વૃક્ષ અહીજ છે.
આયુર્વેદ માં પારિજાત ને હારસિંગાર કહેવામાં આવે છે અને શિવજી ની પૂજાની સાથે સાથે માતા લક્ષ્મી ની પૂજા માટે પણ આનું મહત્વ ઘણું છે. કલ્પવૃક્ષ ના નામ સાથે ઓળખવામાં આવતું વૃક્ષ ની ઉત્પતિ સમુદ્ર મંથન ના સમય માં થઇ હતી. ત્યાર બાદ દેવરાજ ઇન્દ્ર તેની સાથે સ્વર્ગ માં લઈને આવ્યા હતા. ત્યાં ફક્ત ઉર્વાશીનેજ તેને સ્પર્શ કરવાનો અધિકાર હતો. આ વૃક્ષ ને સ્પર્શ કરીને ઉર્વશી પોતાની થકાન ઉતાર્યા કરતી હતી.
પારીજાત વૃક્ષ ની ઘણી વિશેષતા પણ છે જેના અનુસાર એક માત્ર એવું વૃક્ષ છે જેમાં બીજ નથી આવતા અને નાં તો આની કલમ લગાવવાથી તેનું બીજું વૃક્ષ ઉગે છે. તેમાં આવતા ફૂલો પણ અદભુત પ્રકારના હોય છે કેમ કે તે રાત્રે ખીલે છે અને દિવસ થતાની સાથેજ મુરજાઇ જાય છે.
શાસ્ત્રો માં એવું કહેવામાં આવ્યું છે કે વૃક્ષ ઉપર થી ફૂલોને તોડી નથી શકાતું. પૂજામાં ફક્ત તેજ ફૂલોનો ઉપયોગ કરમાં આવે છે જે વૃક્ષ માંથી નીચે પડી ગયેલા હોય છે.