કોરોના સામે લડી રહેલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબિયત સુધારા પર હાલનો તેમનો ફોટો વાયરલ….
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને કોરોનાનો ચેપ લાગતા તેમને 22મી જૂને વડોદરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
જ્યાંથી વધુ સારવાર માટે તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને હજુ પણ સિમ્સ હોસ્પિટલમાં જ સારવાર લઇ રહ્યા છે.હાલમાં તેમની તબિયત સુધારા પર છે. હાલનો તેમનો ફોટો જોતા તેમને ઓળખવા મુશ્કેલ પડે તેવી તેમના શરીર પર અસર થઇ છે.