Friday, June 9, 2023
Home Bhavnagar ભાવનગરના બાર્ટન મ્યુઝિયમમાં છે હડ્ડપ્પન સંસ્કૃતિના અવશેષો, આ મ્યુઝિયમ ઇ.સ.1895માં બંધાયેલું છે..

ભાવનગરના બાર્ટન મ્યુઝિયમમાં છે હડ્ડપ્પન સંસ્કૃતિના અવશેષો, આ મ્યુઝિયમ ઇ.સ.1895માં બંધાયેલું છે..

ભાવનગરના બાર્ટન મ્યુઝિયમમાં છે હડ્ડપ્પન સંસ્કૃતિના અવશેષો, આ મ્યુઝિયમ ઇ.સ.1895માં બંધાયેલું છે…જૂની પુસ્તકો, સિક્કાઓથી લઇ હથિયારો પણ આ

મ્યુઝિયમમાં આજદિન સુધી સચવાયેલા છે. ભાવનગર શહેરમાં આવેલા આ બાર્ટન મ્યુઝિયમમાં હડ્ડપ્પન સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે.

હાથબ અને તેની આજુબાજુના વિસ્તારમાં પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન કરાયા બાદ સૈકાઓ જૂના સિક્કા, આભૂષણો, હથિયારો, વિ.મળ્યા તે આ મ્યુઝિયમમાં બરાબર જતનપૂર્વક સાચવાયા છે.

જુદી જુદી 25 કેટેગરીના હજારો નમૂનોઓ જતનપૂર્વક સચવાયેલા છે. ઉપરાંત ભાવનગરના પ્રજાવત્સલ ગોહિ‌લવંશના રાજવીઓ દ્વારા મળેલી અલભ્ય કલાકૃતિઓ તેમજ રજવાડી ચીજ-વસ્તુઓ અને લડાઈના રાજશાહી વખતના શસ્ત્રો પણ આ સંગ્રહાલયમાં જોવા મળે છે.

તો વલ્લભી અને હડ્ડપ્પન સંસ્કૃતિના અવશેષો પણ બાર્ટન મ્યુઝિયમમાં જોવા મળે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments