સમગ્ર વિશ્વ આજે કોરોના ને નાશ કરવા માટેની વેકસીન શોધવા માં લાગી પડ્યું છે. વિશ્વની મહાસત્તાના હાથમાં પણ હજુ કોઈ આશા જગાવે તેવી શોધ હાથમાં લાગી નથી. ત્યારે મોટી મોટી કંપનીઓ અને જેની વિશ્વમાં નામના હોય તેવા વૈજ્ઞાનિક પણ હજુ કોરોના વેકસીન શોધવા માટે માથું ખંજવાળી રહ્યા છે.
આવા સમયે ભાવનગરના શિરે યશ કલગી લાગે તેવું સંશોધન ભાવનગર ના તબીબે કરી બતાવ્યું છે. અને દાવો કર્યો છે ત્યારે ભાવનગરના આંખના નિષ્ણાત તબીબ ડો.જગદીપ કાકડીયા અને મુંબઈ ના તબીબ રમેશ શાહ દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું છે.
તેમના દ્વારા યુ.વી.સી નામનું એક ડિવાઇસ વિકસિત કરવામાં આવ્યું છે જેમાં અલ્હાએક્ટ કિરણો દ્વારા કોરોના પોઝિટિવ દર્દીને શેક આપવામાં આવે તો મોઢા નાક ગળામાં તેમજ લોહીમાં પરિભ્રમણ કરતા કોરોના જીવાણુ મહદ અંશે નાશ પામી જાય છે તેવો તેમને સંશોધનમાં દાવો કર્યો છે.
સાથે જ આ કિરણોમાંથી ઓઝોન નામનો વાયુ નીકળે છે જે ફેફસા માં રહેલા કોરોના જીવાણુનો પણ નાશ કરી શકશે. | આ યુ.વી.સી ડિવાઇસ ૩ હજાર જેટલી રકમમાં બની શકે તેમ છે તેમજ એક મશીનથી એકાદ લાખ દર્દીની સારવાર થઈ શકશે તેવું ડોક્ટરએ સંશોધનમાં કહ્યું છે.
આ કિરણો ની મદદથી ગણતરીના કલાકોમાં કોરોના નાશ પામી જશે તેવું પણ જણાવ્યું છે. આ સંશોધન અંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે અમેરિકાને પણ જાણ કરવામાં આવી છે. જો સરકાર લીલી ઝંડી આપશે સંશોધનને તો આ બંને તબીબો દ્વારા નવા મશીનની કામગીરી ઝડપથી શરૂ કરી દેવામાં આવશે.
જો આ સંશોધન ને સરકાર દ્વારા પ્રયોગ માં લેવામાં આવશે અને સફળતા મળશે તો વિશ્વમાં ભારતનો ડંકો વાગી જશે. ભાવનગર માટે પણ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે આ અનુભવી અને તજજ્ઞ તબીબ ડો.જગદીપ કાકડીયા અને ડૉ.રમેશ શાહ નું નામ લખાઈ જશે એમાં કોઈ બે મત નથી…