તા.૨૭/ ૧૧/ ૨૦૧૯ના રોજ બોર તળાવ ખાતે અમરજ્યોતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, સેન્ટ મેરીઝ સ્કૂલ, દક્ષિણામૂર્તિ, ઘરશાળા, ફાતિમા કોન્વેન્ટ, સિલ્વર બેલ્સ, નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય અને કુમારશાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ‘ભાવનગર હેરિટેજ પ્રિજર્વેશન સોસાયટી’ ના ઉપક્રમે મળ્યા હતા.
ભાવનગર હેરિટેજ ક્લબ વિદ્યાર્થીઓને ભાવનગરના હેરિટેજ બાબત પેઇન્ટિંગ, કવિતા અને નિબંધ લેખન કરવાનું આવ્યું.
આ સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓને શાળાની બહાર ભાવનગરની આ જગ્યાના ઇતિહાસ વિષે પણ શીખવા મળ્યું હતું..
ભાવનગરના ત્રણ ચિત્રકારો આ સ્પર્ધાના ન્યાયાધીશો હતા, કોમલ રાઠોડજી, વિશાલ લાખાણીજી અને શિવાંગીબા રાઓલ. ન્યાયાધીશોએ સ્પર્ધાના અંતે ત્રણ વિજેતાઓની પસંદગી કરી હતી..
આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને ઇતિહાસથી શિક્ષિત કરવા અને તેમને તેમના શહેરના હેરિટેજ વિશે જાણવા મળ્યું. આ ક્લબની સ્થાપના બ્રિજેશ્વરી કુમારી ગોહિલે કરી છે.
વધુ માહિતી માટે…
કોઈ શાળા આ વિષય માટે રસ ધરાવતી હોય તો તેવોએ આ ઈ-મેલ એડ્રેસ પર સંપર્ક કરવો.. bhavnagar.heritage@gmail.com અથવા નિલમબાગ પેલેસ પર રૂબરૂ સંપર્ક કરવો.