Tuesday, October 3, 2023
Home Bhavnagar ભાવનગરમાં રાજ્યની બીજા નંબરની અષાઢી બીજની ભગવાનજી જગન્નાથની રથયાત્રામાં પહેલી વખત...

ભાવનગરમાં રાજ્યની બીજા નંબરની અષાઢી બીજની ભગવાનજી જગન્નાથની રથયાત્રામાં પહેલી વખત પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ

ભાવનગર શહેરમાં મંગળવારે અષાઢી બીજના પાવન દિવસે પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે રથયાત્રા નીકળશે. રથયાત્રાનું કાઉન્ટ -ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે સરકારી તંત્ર, વિવિધ સંગઠોનો, રથયાત્રા સમિતિ તેમજ ભાવનગર પોલીસ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ત્યારે ભાવનગર પોલીસ પ્રથમ વખત બોડી વોર્ન કેમેરાથી ચાંપતી નજર રાખશે. તેમજ વિશેષ ડ્રોન નો પણ ઉપયોગ કરવામાં આવનાર છે.

ભાવનગર પોલીસ દ્વારા પણ કડક સુરક્ષા ગોઠવવામાં આવી રહી છે ત્યારે શહેરમાં પ્રથમ વખત ભાવનગર પોલીસના કર્મચારીઓ 125 થી વધુ બોડી વોર્ન કેમેરાથી સજ્જ થઇ સતત મોનિટરીંગ કરાશે ઉપરાંત 3 ડ્રોન દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે.

ભાવનગર પોલીસ દ્વારા રથયાત્રામાં કોઇ ચુક ન રહે તેને લઇને 10 જિલ્લાની પોલીસ ફોર્સ પણ મંગાવી લીધી છે. જ્યારે પોલીસ કર્મચારીઓને નોકરીના પોઇન્ટ તેમજ રહેવાની વ્યવસ્થા ફાળવણી કરી દેવામાં આવી હતી. શહેરમાં 38મી રથયાત્રા યોજાનાર છે ત્યારે ભાવનગર પોલીસ દ્વારા બંદોબસ્તને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ત્યારે અન્ય જિલ્લામાંથી પણ પોલીસ ફોર્સ, એસ.આર.પીની ટુકડીઓ તેમજ સી.આઇ.એસ.એફ.ના જવાનો ભાવનગર પહોંચી ગયા છે.

જેમાં ભાવનગર પોલીસ દ્વારા બહારથી આવેલા પોલીસ જવાનોને તેની નોકરીની વહેંચણી તેમજ પોઇન્ટની જવાબદારી સોંપી દેવામાં આવી હતી. તેમજ બે થી ત્રણ દિવસના તેના રહેવાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. ત્યારે ભાવનગર શહેરમાં અમરેલી, બોટાદ-, જુનાગઢ, પોરબંદર, ગિર સોમનાથ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ તેમજ પી.ટી.સી. જૂનાગઢ સહિત દસ જિલ્લાની પોલીસ ફોર્સ મંગાવવામાં આવી છે.

તેમજ પોલીસ ગામાની ટીમ પણ સઘન પેટ્રોલીંગ હાથ ધરશે. 38 મી રથયાત્રામાં પેરામીલીટરી, સી.આર.પી.એફ., સી.આઇ.એસ.એફ., ડિ.વાય.એસ.પી., પી.આઇ., પી.એસ.આઇ. તેમજ પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડઝ, ડોગ સ્કવોડ સુરક્ષમાં ખડેપગે રહેશે.

15 ડી.વાય.એસ.પી
40 પી.આઈ.
135 પી.એસ.આઈ.
06 કંપની સી.આર.પી.એફ
03 વજ્ર વાહન
1500 થી વધુ હોમગાર્ડઝ
02 ટીમ ડોગ સ્કવોડ
02 પેરામિલીટરી ફોર્સ
01 કંપની સી.આઈ.એસ.એફ
1800 થી વધુ પોલીસ કર્મી
ધાબા પોઈન્ટ પરથી તમામ ગતિવિધિઓ ઉપર બાજ નજર રખાશે.

ભાવનગરની રથયાત્રા મુખ્ય બજારથી હલુરિયા અને ક્રેસંટ સર્કલ સુધી અતિ સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થાય છે. બેથી ત્રણ કિ.મી.ના આ વિસ્તારમાંથી જગતના નાથની નગરયાત્રા નિર્વને પસાર થાય તે માટે પોલીસ ખાસ પ્લાન બનાવી ખાસ ધાબા પોઈન્ટ ઉભા કરી ક્ષણે-ક્ષણની ગતિવિધઓ ઉપર દૂરબીનથી બાજનજર રાખશે. રથયાત્રા પૂર્વે પણ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે પેટ્રોલીંગ વધારી દીધુંછે

RELATED ARTICLES

Most Popular

Recent Comments