એક કાર્યક્રમમાં સાઈ રામ દવે એ કહ્યું છે કે, કુતરો બાંધી રાખવાનું આપણને ગૌરવ છે, પણ ગાયમાં શરમ આવે છે. નવી પેઢી તરીકે આપણે શાસ્ત્રોમાં લખેલી વાતને માનવા માટે તૈયાર નથી. ગાયના દૂધમાં અને ભેંસના દૂધમાં આપણને ફરક સમજાતો નથી. પણ તમને યાદ કરાવી દઈએ કે, ભેંસનું દૂધ 9 કલાકે પચે અને ગાયનું દૂધ બે કલાકે પચે છે. વિશ્વના વૈજ્ઞાનિકોએ સાબિત કરેલી આ વાત છે. આપણે ભારતના શાસ્ત્રો કહાશે તો નહીં માનીએ પણ વિદેશથી કોઈ સર્વે કરીને આવશે તો આપણે માનીશું કે, ગુજરાતની ગાયમાં આ તાકાત છે.
વિશ્વના નકશામાં કાઠિયાવાડની ગીર ગાય જેવી ભોળી અને તેના જેવી કરુણામયી ગાય બીજે ક્યાંય નથી. ઉત્તર ગુજરાતમાં કાંકરેજ ગાય અને સૌરાષ્ટ્રમાં ગીર ગાય છે. જ્યારે નવરાશનો સમય હોય ત્યારે ખાલી ઇન્ટરનેટ પર સર્ચ કરજો કે, ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી પાસે 500 જેટલી ગીર ગાય હતી. 1965માં કૃષ્ણકુમાર સિંહજી પહેલું રજવાડું સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યું અને ત્યારબાદ સીડ નામનો બ્રાઝીલનો એક વ્યક્તિ કૃષ્ણકુમાર સિંહજીનો મહેમાન થાય છે અને કહે છે કે, મહારાજ તમે મને એક એવી ભેટ આપો કે, મારો આખો દેશ તમને યાદ કરે.
તે સમયે કૃષ્ણકુમાર સિંહજીએ પુષ્પા નામની ગીર ગાયનો કૃષ્ણા નામનો આખલો સીડને ભેટમાં આપ્યો હતો અને કહ્યું હતું કે, આ આખલો લઇ જા તારો આખો દેશ બદલાઈ જશે. આ આખલાની ભેટના કારણે બ્રાઝીલના સીડે કોરો ચેક આપીને કહ્યું હતું કે, આમાં તમારે જે રકમ લખવી હોય તે લખી દો. ત્યારે મહારાજે જણાવ્યું હતું કે, હું કોઈ રકમ લખું નહીં તારે જે આપવું હોય તે આપ. મહારાજની આટલી વાત સાંભળીને સીડે 1965ના સમયમાં કૃષ્ણા નામના સાંઢના 10,000 રૂપિયા આપ્યા હતા.
સીડે આ સાંઢની મદદથી બ્રાઝીલમાં બ્રહ્માણ ગાયની નસ્લ બનાવી અને આપણે આપેલા આ એક સાંઢથી બ્રાઝીલની તસવીર બદલાઈ ગઈ અને હાલમાં 36 લાખ કરતા વધારે ગીર ગાયો ત્યાં છે. ગાય થકી બ્રાઝીલની ઈકોનોમી ઉંચી આવી ગઈ અને આજે પણ બ્રાઝીલના સંસદ ભવનની સામે એક જ સ્ટેચ્યૂ ઊભું છે, જે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર ગોહિલનું છે. બ્રાઝીલના 7 પાઉન્ડના સિક્કામાં ગીર ગાયનું ચિન્હ છે. બ્રાઝીલમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના નામથી એક ગૌશાળા છે. ઇન્ટરનેટ પર સર્ચ કરીને એક માહિતી મેળવી લેજો કે, બ્રાઝીલની ગાય એક ટાઈમનું 48 લીટર દૂધ આપે છે. આ તાકાત છે ગીર ગાયની. આ ગાયને આપણે ભૂલી ગયા અને બ્રાઝીલની ઇકોનોમી ઉંચી આવી ગઈ.
પહેલા ઘરમાંથી સવારના સમયે ગાયની રોટલી નીકળતી હતી. જમણા હાથથી ગાયને રોટલી આપવામાં આવે અને ગાય તમારા હાથમાંથી રોટલી ચાટીને ખાય જશે એટલે ગમે તેવું અટકેલું કામ પૂર્ણ થવા તરફ આવી જાય છે. ગાયની જીભ પર વરુણ દેવ બિરાજે છે અને એ જીભ હાથને અડવાથી કોઈના પણ નબળા ભાગ્ય સારા ભાગ્યમાં પરિવર્તિત થઇ શકે છે.
જસદણની અંદર ઘનશ્યામ ભરાડ નામનો એક માણસ છે, ક્યારેક તેની મુલાકાત લેજો. આ વ્યક્તિ ગાયની સેવા કરે છે અને તેની હાલની ઉમર 65 વર્ષની છે. ઘનશ્યામ ભરાડને એક હાથ નથી અને એક હાથે તેણે અત્યાર સુધીમાં 22,000 ગાયોને કતલખાનેથી બચાવી છે. આખું જીવન ઘનશ્યામ ભરાડે ગાયનું દૂધ પીધું છે અને એ ઘનશ્યામ ભરાડ કોઈનો હાથ એકવાર પકડી લે તો તેનો હાથ કોઈ છોડાવી ન શકે. કોઈ દિવસ તેણે દવા લીધી નથી. એક દિવસ ઘનશ્યામ ભરાડને ફ્લૂ જેવી અસર થઇ હતી અને તેમણે કહ્યું કે, આટલા વર્ષની ઉમરમાં મને પહેલીવાર એવું થયું કે, મારે ડૉક્ટરની પાસે જવું પડશે.
આટલા વર્ષ મેં ગાયનુ દૂધ પીધું છે અને ગૌ મૂત્રથી સ્નાન કર્યું છું એટલા માટે આટલા વર્ષમાં ક્યારેય મારે દવા લેવી પડી નથી. આ વ્યક્તિ જ્યારે ડૉક્ટરની પાસે જતા હતા તે પહેલા તેમણે પોતાની ગાયોની મુલાકાત કરવાનું મન થયું અને તે પોતાની ગૌશાળામાં ગયા હતા. ગૌશાળામાં જઈને ઘનશ્યામ ભરાડ નાની પોતડી પહેરીને ગાયોની પાસે બેસી ગયો હતો. થોડીવારમાં 50 જેટલી ગાયોએ ઘનશ્યામ ભારાડને ઘેરી લીધો અને ત્યારબાદ તેને ચાટવા લાગી હતી. આ તમામ વચ્ચે શ્વાસોશ્વાસની એવી ક્રિયા થઇ કે, ઘનશ્યામ ભરાડ 15 મિનિટના સમયમાં સારો થઇ ગયો હતો.
3 ડિસેમ્બર, 1985ના રોજ ભોપાલમાં ઝેરી ગેસ દૂર્ઘટના બની હતી. આ ઘટનામાં ઘણા લોકોને ગેસને અસર થઇ હતી, જેમાં કેટલાક લોકોના મોત નીપજ્યા હતા અને કેટલાક લોકોએ પોતાની દ્રષ્ટિ ગુમાવી હતી. ભોપાલની આ ઘટનામાં ઘટના સ્થળથી એક માઈલ દૂર બે ઘર આવેલા હતા જે ઘરમાં રહેતા શોહન લાલ અને એન. એલ. રાઠોડના પરિવારના એક પણ સભ્યને કંઈ થયું ન હોતું. આનું કારણ એટલું જ હતું કે, તેમના ઘરમાં સવાર અને સાંજે હવન થતો હતો. આ ઉપરાંત તેમના ઘરની દીવાલ ગાયના છાણથી બનાવવામાં આવી હતી. એટલે ગાયના છાણમાં પણ કોઈ પણ પ્રકારના રેડિએશન સામે લડવાની તાકાત છે.
Search :- apnubhavnagar
Or
Instagram:-https://instagram.com/apnubhavnagar
Facebook:-https://fb.com/apnubhavnagar