ભાવનગરના મહાન રાજવી કૃષ્ણકુમારસિંહજી “રાજા નો રાજધર્મ”
તેમના ચરણોમાં કોટી કોટી વંદન…જ્યારે દેશ આઝાદ થયો અને રજવાડાનું એકત્રીકરણ કરવા અખંડ ભારત બનાવવાની વાત આવી ત્યારે સૌથી પહેલા પોતાનું સ્ટેટ અર્પણ કરી અખંડ ભારતના નિર્માણમાં ખૂબ સક્રિય ફાળો આપ્યો ત્યારે વિચાર આવે છે કે આજે ખેતરના સેઢા આપવા પણ કોઈ તૈયાર નથી…
આ રાજવી વિશે ખૂબ જાણું છું પણ વધુ પડતું લખાણ કરવા કરતા મને ગમેલી એક વાત રજૂ કરૂં છું કે..બોર્ડની પરીક્ષા ચાલતી હોય છે તેવા સમયે એક દીકરી વાહનની રાહ જોઈ ઉભી હતી,પણ કોઈ વાહન ના મળતાં કે કોઈ એ વાહન ઉભું ન રાખતા દીકરી ચિંતીત થાય છે,અને પરીક્ષા ગુમાવી દેવાનો ડર લાગ્યો, તેવા સમયે એક રજવાડી કાફલો નીકળે છે, અને દીકરીની ચિંતાનો ખ્યાલ આવી ગયો હોય તેમ કાફલો ઉભો રહે છે,
અને દીકરીને યોગ્ય પૂછપરછ કરી રજવાડી ગાડીમાં બેસાડી પરીક્ષા કેન્દ્ર સુધી મુકવામાં આવે છે.આ રજવાડી કાફલો અને જે ગાડીમાં દીકરી બેઠી હતી, તે હતા આપણા દીર્ઘદ્રષ્ટિ વાળા ભાવેણાના રાજવી કૃષ્ણકુમારસિંહજી.. જ્યારે આજે..? એટલેજ આવા મહાન રાજવીને યાદ કરવાનું મન થાય.. -કાળુભાઇ વાઘ
[su_youtube url=”https://youtu.be/TBgG5GbOfkE”]
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
Search – apnubhavnagar
@apnubhavnagar
#apnubhavnagar