જ્યારે લોકો લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સીન્ગના નિયમોનું ઉલ્લંઘન કરીને બહાર જવા નીકળી જાય છે, તેવા સમયમાં ભાવનગરના આ નવયુગલે ઓનલાઇન લગ્ન કરીને આ સમાજ માટે એક ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણ આપેલ છે.
ભાવનગર ના અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા શ્રી અજયભાઈ શેઠના પુત્ર એ અમેરિકા ખાતે એક સુંદર મજાનું કાર્ય કરી અને ભાવનગર અને ભારતનું નામ રોશન કરેલ છે,
વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે સમગ્ર વિશ્વ કોરોના ની મહામારીમાં ફસાયેલુ છે તેવા સંજોગોમાં તેમના પુત્ર અને સોફ્ટવેર એન્જિનિયર ગુરુકુળના વિદ્યાર્થિ ચિ.જય ના લગ્ન તાજેતરમાં જ રાત્રિના શુભ ચોઘડિયે અગાઉ નક્કી થયા હતા,
નિશ્ચિત સમયે લખાયેલા આ લગ્ન કોરોના ની વૈશ્વિક મહામારી સંદર્ભે થશે કે કેમ તે અંગેની ચિંતા પ્રવર્તતી હતી, તેવા સંજોગોમાં ખુદ ઈશ્વર જ જાણે માર્ગ બતાવતો હોય તેમ,અમેરિકામાં જ રહેતા ચિ.જય તથા દીકરી ચિ.રિયા અને બંને ના પરિવારજનોએ હિંમતપૂર્વક નો નિર્ણય લઈ,
અમેરિકા ખાતે અન્ય કુટુંબીજનોની હાજરીમાં નિયમોનું ચુસ્ત પાલન કરી ને અમેરિકા અને ભાવનગર બંનેના પંડિતોએ શાક્તિ અને વૈદિક મંત્રોચ્ચાર દ્વારા વિધિપૂર્વક અને સપ્તપદીની સંપૂર્ણ સમજણ સાથે ઓનલાઇન વીડિયો કોલિંગ થી લગ્નની વિધિ પૂર્ણ કરાવેલ હતી,
સૌથી મહત્વની વાત એ છે કે લોકો જ્યારે લોક ડાઉન અને સોશિયલ ડિસ્ટન્સસીંગ ના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે અવનવા કારણો શોધતા રહે છે, ત્યારે આ નવયુગલે જિંદગીના અત્યંત મહત્વના અને સૌથી યાદગાર પ્રસંગની બધી જ તૈયારીઓ માત્ર ને માત્ર ઘરમાં રહીને જ પૂર્ણ કરેલ હતી,
જેમકે ગુલાબના ફુલ પાંદડાં અને રાખડીઓના દોરાઓનો ઉપયોગ કરીને વરમાળા ઘરે જ બનાવવામાં આવી હતી અને પૂજાપો વગેરે ની ઘરમાંથી જ વ્યવસ્થા કરી હતી.
ભાવનગરથી વરરાજ ના માતા પિતાએ અને વડોદરાથી કન્યાના માતાપિતા સહિત અનેક મહાનુભાવો અને સગા સંબંધીઓ એ ઓનલાઇન વીડિયો કોલિંગથી આશીર્વાદ આપ્યા હતા. આ તબક્કે કન્યાવિદાય ના ભાવુક દ્રશ્યો પણ યોજાયા હતા…