Saturday, December 9, 2023
Home Bhavnagar મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ખુમારી : એક પથ્થર મારનારને સજાને બદલે આપ્યા મુઠી ભરીને...

મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ખુમારી : એક પથ્થર મારનારને સજાને બદલે આપ્યા મુઠી ભરીને સોના મહોર….

એક રસપ્રદ કીસ્સો દરેક ભાવનગરીને જાણવો જરૂરી છે. એક દિવસ મહારાજા પોતાના મહેલના બગીચામાં ફરતા હતા.

ત્યારે બાર માર્ગ પરથી  નીકળેલા વટે માર્ગને ખૂબજ ભૂખ લાગી તેને મહેલની દિવાલ પાસે ઉગેલા બોરડીના ઝાડને જોઈને થપુ કે,

શું બોરડી પર પથ્થર ફેકી તો મુઠીભર બોર મળી જશે પરંતુ પથ્થર બગીચામા ઉભેલા મહારાજના કપાળે જઈને લાગ્યો !

તુરંત પહેરેદાર દોડવા અને વટેમાર્ગુને પકડીને મહારાજા પાસે લાવી છું કે, મહારાજ સાહેબ વ્યક્તિએ આપને પત્થર મારવાનું દુસ્સાહસે કર્યુ છે.

બોલો આમને કેટલા કોડા મારવાની સજા ફરમાવો છો ? ત્યારે મહારાજાએ એ ભાઈ ને કહ્યું કે, એ ભલા માણસ પહેલા એ જણાવશો કે તમે મારા પર પત્થર શા માટે ફેંક્યો હતો.

જયારે મહારાજા એ વટેમાર્ગને પત્થર ફેંકવાનું કારણ પૂછ્યું અને વટેમાર્ગુએ કહ્યું કે, હે નેક નામદારસાહેબ હું આપને પત્થર માતાનું સપનામાં પણ વિચારી ના શકુ..

પણ મને ભૂખ લાગી હતી ઍટલે મેં બોર પાડવા માટે બોરડી પર ઘા ફેંકયો હતો. મને ખબર ન હતી કે આ પથ્થર પેલે પાર જઈને આને વાગી જશે..

ત્યાર બાદ મહારાજે બીજો સવાલ કર્યો, કે જો તમારો ઘા બોરડી પર બરોબર નીશાને લાગ્યો હોત તો તમને કેટલા બોર મળેત ?

વટેમાર્ગુએ કીધુ કે મહારાજા સાહેબ લગભગ મુઠી ભર બોર મળેત જેટલી મને ભુખ લાગી હતી.


પછી તુરંત જ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એવો આદેશ કર્યો કે વટેમાર્ગુને મુઠ્ઠીભરીને સૌના મહો૨ આપવામાં આવે આ સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા !

સૌને થયું કે, પત્થર મારનારને સૌના મોર આપવાની વાત કેમ વિચારી શકાય?

ત્યારે કૃષ્ણકુમારસિંહજી એ કહ્યું કે, જે મારા રાજયનું એ બોરડીનું ઝાડ એ ભૂખ્યા માણસને પથ્થર ખાઈને મુઠ્ઠીભર બોર આપતું હોય..

તો હુ તો મારા રાજયનાં રાજા છું. તો હુ પથ્થર ખાઇને શું એમને મુઠીભર સોનામહોર ન આપી શકુ ? તો મારી ખૂમારી લાજે…..

આ હતા આપણા મહારાજા અને આ હતી તેમની ખુમારી…! દરેક ભાવનગરી આપણા રાજવીની દિલેરીને કદી વિસરી શકે તેમ નથી.

જય મહારાજ કૃષ્ણકુમારસિંહજી, જય ભાવેણા જો લેખ ગમ્યો હોય તો શેર કરો….

RELATED ARTICLES

Most Popular

Recent Comments