4 વર્ષની બાળાએ કોરોનાને પરાસ્ત કર્યો, પિતા બાઇક પર બાળા સાથે હોટસ્પોટ વિસ્તારમાં આવન-જાવન કરતા ચેપ લાગ્યો હતો..
પિતાને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ..
ભાવનગર. ભાવનગરના ઘોઘા વિસ્તારમાં રહેતી 4 વર્ષની બાળા ફરીદા બિનીયામીન શેખને 11 એપ્રિલના રોજ પોઝિટિવ રીપોર્ટ આવ્યો હતો. આથી તેને આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવી હતી.
તબીબોની સઘન સારવાર બાદ તેના બે સેમ્પલ લઇને પરીક્ષણ કરવામાં આવતા બંને રિપોર્ટ નેગેટિવ આવતા તેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
ચાર વર્ષની ફરીદા શેખની હિસ્ટ્રી એવી છે કે તેના પિતા બિનીયામીન શેખ તેમના પત્ની અને ફરીદાને બાઈક પર બેસાડી ઘોઘા અને ભાવનગર સાંઢીયાવાડ વચ્ચે આવન જાવન કરતાં હતાં.
સાંઢીયાવાડ વિસ્તાર કે જે હોટસ્પોટ વિસ્તાર તરીખે જાહેર થયેલો છે. બિનીયામીનભાઈ ઈસ્માઈલભાઈ શેખનો રિપોર્ટ પણ 22 એપ્રિલના રોજ પોઝિટિવ આવ્યો હોય હાલમાં આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. ફરીદાને રજા આપવામાં આવી ત્યારે હોસ્પિટલ સ્ટાફના તાળીઓના ગડગડાટ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.