ભાવનગર રાજ્ય સૌરાષ્ટ્રમાં મીઠા રાજ્ય તરીકે પ્રસિદ્ધ હતું
ભાવનગરમાં પણ ભાવનગર રાજ્ય પ્રજાપરિષદના 1939 મે મહિનામાં ભાવનગરમાં મળેલ પાંચમા અધિવેશનમાં શ્રી વલ્લભભાઈ પટેલે જવાબદાર રાજય તંત્રના ઠરાવ રજૂ કર્યો હતો.
જે સર્વાનુમતે પસાર થયા હતા. આમ કાઠિયાવાડનાં રાજયો જવાબદાર રાજ્યતંત્રની પ્રાપ્તિ માટે થનગની રહ્યાં હતાં.
પરંતુ કાઠીયાવાડનાં મોટા ભાગનાં રાજ્યમાં ઉગ્ર લડત આપવા છતાં તેમના રાજાઓ પાસેથી પ્રજાકીય અધિકારી પ્રમાણમાં બહુ જ ઓછા પ્રાપ્ત થયા હતા.
ભાવનગર રાજ્ય સૌરાષ્ટ્રમાં મીઠા રાજ્ય તરીકે પ્રસિદ્ધ હતું. પ્રજાકીય અધિકારોની પ્રાપ્તિ માટેની પ્રજાની જાગૃતિની ભાવનગર રાજ્યના શાસકોએ હંમેશાં કદર કરી હતી.
આથી જ કાઠિયાવાડનાં દેશી રાજ્યમાં જવાબદાર રાજ્યતંત્રની માંગણી માટે કેાઈ ઉગ્ર ચળવળ ભાવનગરના પ્રજાકીય આગેવાનોને કરવી પડી નથી.
ભાવનગરના મહારાજ કૃષ્ણકુમારસિંહજીએ ભારતની બદલાઈ રહેલ રાજકીય પરિસ્થિતિને ઓળખી જઈને તા, ૮ જૂન ૧૯૪૦ના રોજ ભાવનગરના રાજયમાં બંધારણીય સુધારાઓ આપવાની જાહેરાત કરી હતી.
નેક નામદાર હજૂરશ્રીએ પ્રજાને ઉદ્દેશીને હજૂર ઠરાવ નં. ૪૩ તા.૨૦-૧૦-૧૯૪૧ના ફરમાન અનુસાર જાહેરાત કરી હતી કે –
૮મી જૂન ૧૯૪૦ની જાહેરાત અનુસાર રાજ્યને ધારાસભા આપવામાં આવે છે. આ સભાની પહેલી બેઠક તા. ૧ ડિસેમ્બર, ૧૯૪૧ના રોજ મળશે.”૩૩ એ મુજબ ૨૬ ડિસેમ્બર, ૧૯૪૧ના રોજ ધારાસભાને કાયદો પસાર કરવામાં આવ્યો હતો.
ધારાસભાઓ ની મુખ્ય કલમો પણ નક્કી કરવામાં આવી હતી…
સંદર્ભ- બુક- ભાવનગર રાજ્ય પ્રજા પરિષદ અને પ્રજાકીય ચળવળો.. પાના નંબર 109..