ભાવનગરમાં રાજધાની સ્થાપવાનાં કારણો
ઈ.સ. ૧૭૨૩માં અખાત્રીજને સોમવારના ભાવનગરમાં રાજધાની સ્થાપવાનો પ્રસંગ એ ભાવસિંહજીની દીર્ઘદૃષ્ટિના દર્શન કરાવે છે. અનેક કારણોને ધ્યાનમાં રાખીને તેમણે ભાવનગરમાં રાજધાની ફેરવી હતી.
લશ્કરી – શિહોર એ પર્વતોથી ઘેરાયેલું શહેર હતું, અને તેથી કોઈ શક્તિશાળી આક્રમકની સેનાની ઘેરાઈ જવાના પ્રસંગે ત્યાંથી નાસવાનો કોઈ માર્ગ ન હતો.
તેથી આવી કટોકટીના સમયે સલામતીની દૃષ્ટિએ અને લશ્કરી વ્યુહની ષ્ટિએ શિહોર સલામત ન હતું, જ્યારે ભાવનગર તે રીતે વધુ સલામત હતું, તેથી આવા લશ્કરી કારણસર ત્યાં રાજધાની સ્થાપી હતી,
ભવિષ્યમાં બાહ્ય આમણ સમયે ત્યાંથી નાસી છૂટવાનો માર્ગ મોકળો હતો.
આર્થિક – : ભાવસિંહજી એક દીર્ઘદૃષ્ટા રાજવી હતા. તત્કાલીન સમયમાં સુરત અને ખંભાત વેપારનાં મોટાં કેન્દ્ર હતા અને ત્યાં ધમધોકાર વેપાર ચાલતો હતો. ખંભાતના અખાતમાં જ ભાવનગરનું બંદર પણ આવેલું હતું. તેથી ભાવનગર જેવા બંદરી શહેર મારફત તેઓ આ વિસ્તારમાં થતા વેપારમાંથી હિસ્સો મેળવવા માંગતા હતા.
મનોવૈજ્ઞાનિક : ભાવસિંહજીએ ઉપરોક્ત આર્થિક કારણસર પણ ભાવનગરમાં રાજધાની ફેરવી હતી. પરંતુ તે એક કુનેહબાજ રાજ્યકર્તા હતા. તેથી તેઓ સાવધાનીપૂર્વક પોતાના ઉદ્દેશ્યને પાર પાડવા માંગતા હતા.
માટે ખંભાતના અખાત વિસ્તારમાંના લાભદાયક વેપારમાંથી મોટો ભાગ પડાવી લેવાની તેમણે જરાપણ ઉતાવળ દર્શાવી નહિ કે પોતાના હેતુઓ અન્યો જાણી ન જાય તેવી પણ તકેદારી રાખી.
જો તે વિસ્તારનાં અન્ય રાજકર્તાઓને તેમના હેતુની જાણ થઈ જાય, તો તેઓ ભાવસિંહજીની ઈર્ષ્યા કરવા લાગે અને ભાવસિંહજીનો હેતુ બર આવે તે પહેલાં કયાંક નવા હરીફો દુશ્મનો ઉભા થઈ જાય તો “ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થાય.” આમ મનોવૈજ્ઞાનિક રીતે પણ ભાવસિંહજી આ બાબત કુનેહપૂર્વક ચિત્તાની ચાલે ચાલવા માંગતા હતા.
ભાવનગર શહેરની સ્થાપના સાથે જ ગોહિલકુળનો અને ભાવનગર રાજ્યની જાહોજલાલીનો એક નવો યુગ શરૂ થયો હતો. ઈ.સ. ૧૭૨૩થી શરૂ કરીને છેક ૧૯૪૭ સુધી (લગભગ સવા બસ્સો વર્ષ સુધી) તે ગોહિલવંશની રાજધાનીનું સ્થળ રહ્યું.
તેના સ્થાપક ભાવસિંહજીના નામ ઉપરથી તેનું નામ ભાવનગર રખાયું હતું,