ભાવનગર શહેરમાં 38મી રથયાત્રામાં પ્રથમ અખાડા અને અન્ય સંસ્થાઓ દ્વારા કરતબો દર્શાવવામાં આવ્યા હતા. અલગ અલગ સંસ્થા દ્વારા વિવિધ પ્રકારના દાવપેચ રજૂ કરવામાં આવ્યા હતા. ભાવનગર શહેરમાં 17 કિલોમીટરના માર્ગ ઉપર રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું.

જેમાં લાઠી ફેરવીને આત્મરક્ષણ કેમ કરવું તે કરતબ દ્વારા લોકોને દર્શાવવામાં આવ્યુ હતું. ત્યારબાદ હાથી અને છકરડાઓમાં ધર્મને લગતી ગદા, હળ, ભગવાન બનેલા લોકો જેવા પ્લોટ વગેરે ચીજો મૂકીને પ્લોટ્સ રજૂ કરવામાં આવ્યા હતા.

જ્યારે 100થી વધારે ટ્રકમાં વિવિધ પ્રકારની સંસ્થાઓ, મિત્ર મંડળ દ્વારા પણ પ્લોટ રજૂ કરવામાં આવ્યા હતા. જો કે G20 સમિટનો પણ એક પ્લોટ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં ભારત પ્રતિનિધિત્વ કરી રહ્યું છે તે દેશના નાગરિકો માટે સન્માનીય હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
