Wednesday, March 22, 2023
Home Bhavnagar બાળકો અને ફેમલી સાથે આનંદ માણવા જેવુ ! ભાવનગર શહેરમાં જ આવેલું...

બાળકો અને ફેમલી સાથે આનંદ માણવા જેવુ ! ભાવનગર શહેરમાં જ આવેલું રમણીય સ્થળ એટલે રવેચીમાં મંદિર..

ભાવનગરમાં હવાઇ માર્ગે આવનાર મહેમાનનું પ્રવેશ દ્વાર એરપોર્ટ રોડ પર આવેલ છે. વળી ભાવનગરના આ તળાવ પાસે આઉટર રીંગરોડ પણ પસાર થઇ રહ્યો છે..

તેવા સ્થળે એક નવું નજરાણું એટલે ‘રવેચી કમલ લેઇક’ આ સ્થળ ભાવનગરમાં ગમે ત્યાંથી ૩ થી પ કી.મી.નાં અંતરે પહોંચી શકાય તેવું શહેરથી ખૂબ નજીક બનનારું આ અવનવું પીકનીક સ્પોટ લોકોને ઉપયોગી બની રહેશે.

મંદિર ણી બાજુમાં જયાં પણ હાલ પાણી ભરાયેલુ છે અને તળાવ રમણીય લાગે છે. આમ હયાત તળાવો ઉંડા કરવા અને નવા તળાવો બને જેથી ભાવનગરના લોકોના પાણીના તળ ઉંચા આવે અને ખારાશ વધતી અટકે તે માટે આવા તળાવો ઉપયોગી બનનાર છે.

આ સુંદર રમણીય સ્થળને વિકસાવવા લાંબા સમયથી અહીના ધારાસભ્ય  શ્રી વિભાવરી બેન પણ પ્રયત્નશીલ હતા આ સ્થળે વૃક્ષો વાવ્યા, બીજી નાની મોટી સગવડ ઉભી કરી અને ભવિષ્યમાં પણ થશે..

અને ગુજરાત સરકારના ટુરીઝમ અને યાત્રાધામ વિભાગમાંથી ૪ કરોડ જેવી મોટી રકમની ગ્રાંન્ટ ઉપલબ્ધ કરાવી. આ કામ અમલીકરણ ભાવનગર મ્યુ.કોર્પો દ્વારા કરાવશે.

આ ‘રવેચી કમળ લેઇક’ માં સુંદર પ્રવેશ દ્વાર સાથે અંદર ફુવારો, બેસવા માટે વિસામા,  અને ફરતા વોકિંગ ટ્રેક બનશે, સુંદર ચબૂતરો અને ફુડ કોર્ટ વિગેરે જેવી અનેક સગવડ વિકાસ પામશે ,

આ તળાવમાં કમળ ખૂબ સારા મોટા  પ્રમાણમાં થાય છે, આથી આ કમળ લેઇક બનશે અહી માં રવેચીનું સ્થાનક છે આથી આ તળાવને ‘રવેચી કમળ લેઇક’ બનશે.

હાલમાં ત્યાં બાળકોને આનંદ આવે તેવું વાતારણ છે, સહેરના લોકો બાળકો ને લઈને અહી ફરવા આવે છે, અને ત્યાં તળાવમાં માછલી ઓ હોવાથી બાળકો ને જોવાની મજા આવે છે લોકો ત્યાં માછલી ઓ ને ખવડાવા આવે છે,

ત્યાં અનેક જાતના પક્ષીઓ આવે છે, તે ત્યાનું ખાસ આકર્ષણનું કેન્દ્ર છે,

જ્યાં તળાવમાં બતક તમારી સાવ નજીક તરતી હોય છે, લોકોને અને બાળકોને બહુ ગમે છે, અને લોકો બતકને ખોરાક આપી નજીક બોલાવતા હોય છે તે નજર પડે છે..

તમે નીચે આપેલ યૂટ્યૂબના માધ્યમથી વિડિઓ જોઈ શકો છો..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments