Tuesday, October 3, 2023
Home Bhavnagar ભાવનગરના સફાઈ કામદાર ભાનુબેન સાથે મુખ્યમંત્રીએ ફોન પરવાત કરી ખબર-અંતર પૂછયા..

ભાવનગરના સફાઈ કામદાર ભાનુબેન સાથે મુખ્યમંત્રીએ ફોન પરવાત કરી ખબર-અંતર પૂછયા..

– મુખ્યમંત્રીએ ગુજરાતના ૧૦ જેટલા સફાઇ કર્મવીરો સાથે સીધી વાત કરી હતી..

– કોરોના વાયરસના સંક્રમણના કપરા સમયમાં સફાઇ કર્મવીરોની અનન્ય સેવા અને નિાપૂર્વકની ફરજની સરાહના કરી

મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી સી.એમ. ડેશબાર્ડ અને જનસંવાદ કેન્દ્રના માધ્યમથી રાજ્યના સફાઇ કર્મવીરો સાથે વાત કરતાં મુખ્યમંત્રી રૂપાણીએ સફાઈ કર્મવીરોની અનન્ય સેવા અને નિાપૂર્વકના કર્તવ્યથી ગુજરાતની જનતા સલામત અને કોરોના સામે સુરક્ષિત છે.

મ જણાવી ગુજરાતની જનતા વતી રાજ્યના તમામ સફાઈ કર્મવીરોનો આભાર માનીને ભાવનગરના સફાઈ કર્મવીર મહીલા સાથે વાત ચીત કરી અભિનંદન આપ્યા હતા.

ભાવનગર સહિત અન્ય ૧૦ સફાઈ કર્મીઓ સાથે વાત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આવા કપરા સંજોગોમાં તમે સફાઈ કર્મવીરો ગુજરાતને સ્વચ્છ રાખવાની જે કપરી કામગીરી કરો છો તે અભિનંદનને પાત્ર છે. તેમણે તમામ સફાઇ કર્મીઓને આપવામાં આવતા માસ્ક, હેન્ડગ્લોઝ, સેનિટાઈઝર, હાથ ધોવાના સાબુ વગેરેની પણ પૃચ્છા કરી હતી. તમામ સફાઈ કર્મવીરોએ તેમને મળી રહેલી તમામ સુવિધાઓથી પણ સંતોષ વ્યક્ત કરીને મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.

ભાવનગર મહાનગરપાલિકાના સફાઈ કર્મયોગી શ્રીમતી ભાનુબહેન દાઠીયા સાથે વાત કરતાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, તમારા બધા સફાઈ કર્મવીરોના પરિશ્રમને કારણે જ ગુજરાતની જનતા સલામત છે અને કોરોના સામે સુરક્ષિત છે. વઘુમાં તેઓએ જણાવ્યુ હતુ કેે સફાઈ કર્મવીરોના સ્વાસ્થ્યની ચિંતા કરતાં તેમને પણ તેમની તબિયત જાળવવા વિનંતી કરી હતી અને કહ્યું હતું કે,

જો તમે તંદુરસ્ત રહેશો તો ગુજરાત તંદુરસ્ત રહેશે, તમે માંદા પડશો તો ગુજરાત માંદુ પડશે. એટલે તમામ સફાઇ કર્મીઓને સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા તેમણે અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રી રૂપાણીએ આજે ભાવનગરના ભાનુબેન દાઠીયા,અમદાવાદના દિનાબેન વાઘેલા, સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મવીર સંજય દલસુખભાઈ, વડોદરાના તુલસીબેન સોલંકી, રાજકોટના જ્યોતિબેન પરમાર, જામનગરના કપિલભાઈ વાઘેલા,જૂનાગઢના સાગર બારૈયા, ગાંધીનગરના જયદીપભાઇ ભૂતડીયા, પેટલાદના કાંતાબેન જાદવ અને કડી નગરપાલિકાના સફાઇ કર્મવીર ગીરીશભાઈ વાઘેલા સાથે સીધી વાત કરીને તેમના ખબર-અંતર પૂછયા હતા.

મુખ્યમંત્રી જનસંવાદ કેન્દ્ર અને સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી વર્તમાન પરિસ્થિતીમાં રાજ્યના તબીબો, પોલીસ કર્મીઓ, સરપંચો, કવોરેન્ટાઇન થયેલા નાગરિકો, કોરોનાની સારવારગ્રસ્તો સાથે વાતચીત કરીને તેમની ખબર-અંતર પૂછી છે અને સ્થિતીની જાણકારી તથા ફિડબેક મેળવ્યા છે.

 

સાંભળો તેમની વાત ચિત ફોન પર …

RELATED ARTICLES

Most Popular

Recent Comments