ભાવનગરની જીવાદોરી સમાન ગણાતા શેત્રુંજી ડેમની સપાટી 32 ફૂટ ને પાર પહોંચી ગણતરીના કલાકોમાં ધસમસતા પાણી નો પ્રવાહ ડેમની ફલક સપાટી સર કરશે, ગણતરીના કલાકોમાં ધસમસતા પાણી નો પ્રવાહ ડેમની ફલક સપાટી સર કરશે…!
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકા સ્થિત અને ભાવનગર શહેર-જિલ્લા ની જીવાદોરી ગણાતા શેત્રુંજી ડેમ ગણતરીના કલાકોમાં પૂર્ણ રૂપે ભરાઈને ફલક સપાટી પાર કરે તેવાં ઉઝળા સંજોગો નું નિર્માણ થયું છે અત્રે ઉલ્લેખનીય છે કે..
ગઈ કાલે અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલ ખોડીયાર ડેમ ભારે વરસાદ ને પગલે અવરફલો થયાં બાદ ડેમ સત્તાવાળોએ એ ડેમના તમામ દરવાજાઓ ખોલી નાખ્યા છે પરિણામે શેત્રુંજી નદીમાં પુરનો ધસમસતો પ્રવાહ ગત રાતથી જ વહેતો થયો છે..
જેની ફલશ્રૃતિએ આજે બપોરે બાર કલાકે ડેમની સપાટી 32.10 ફૂટે પહોંચી છે અને હજું પણ પુરનો ભારે પ્રવાહ અવિરતપણે શરૂ છે ડેમ સ્થિત અધિકારી ગણ એ જણાવ્યું હતું કે એક ટીમ ડેમ પર સતત મોનીટરીંગ કરી રહી છે..
અને આજ રાત અથવા આવતીકાલ સવાર સુધી માં ડેમ ફલક સપાટી એ ભરાઈ જશે આથી તકેદારીના ભાગરૂપે ડેમના હેઠવાસ હેઠળ આવતાં 15 થી વધુ ગામોને એલટૅ કરવામાં આવ્યા છે ડેમ ફલક સપાટીએ ભરાયા બાદ ડેમના દરવાજા ખોલવામાં આવશે….