ગુજરાત સ્થિત ભાવનગર રાજ્યનું એક મહત્વપૂર્ણ અને ખૂબ જ સુંદર શહેર છે. આ શહેરને વસાવવાનો શ્રેય સિહોર રાજાઓને જાય છે, સિહોર સામ્રાજ્યના ભાવસિંહજી ગોહિલએ આ શહેરને વસાવ્યું હતું. ભાવનગર પ્રારંભિક રૂપે એક બંદરગાહ શહેરના રૂપે ઉદ્દભવ્યું હતું , જેના માધ્યમથી વ્યાપારિક સંબંધ વિશ્વના મહત્વપૂર્ણ દેશી સાથે જોડી રાખે. અહીંયા લાંબા સમય સુધી ગોહિલ રાજપૂત રાજાઓનું શાસન રહ્યું છે. એટલા માટે અહિયાં રાજપૂત સંસ્કૃતિનો સારો એવો પ્રભાવ પડે છે. વર્તમાનમાં અહીંયા બંદરગાહ શહેરએના શાનદાર સ્થળો અને પ્રાકૃતિક ખૂબસૂરતી માટે જાણીતું છે. અહીંયાની પ્રાચીન સંરચનાઓમાં તમે રાજપૂત વાસ્તુકલાની સાથે ઓપનિવેશિક પ્રભાવ પણ જોઈ શકો છો.
વિક્ટોરિયા પાર્ક..
ભાવનગરની પ્રાકૃતિક સુંદરતાનો આનંદ લેવા માટે તમે અહીંયા વિક્ટોરિયા પાર્ક આવી શકો છો. લગભગ 500 એકરમાં ફેલાય આ પાર્ક એક જંગલ ક્ષેત્રમાં છે જે રાજ્ય સરકાર દ્વારા સંરક્ષિત છે. આ ઉદ્યાન સુરક્ષિત આશ્રય દેવાનું પણ કામ કરે છે. પાર્કના પ્રવેશ દ્વાર ઉપર એક મોટો ગેટ છે , જે ઘણી હદ સુધી પ્રભાવિત કરીદે છે.
પ્રકૃતિ પ્રેમીઓ માટે કોઈ જન્નતથી ઓછું નથી. વધુ લોકો સવારે અને સાંજના સમયએ ચાલવા માટે આવે છે. પ્રકૃતિ સાથે થોડો સમય આરામથી વિતાવવા માટે આ એક આદર્શ વિકલ્પ છે.
ગૌરીશંકર તળાવ..
ભાવનગરના પ્રાકૃતિક આકર્ષણોમાં તમે અહીંયાના ગૌરીશંકર તળાવ પર ફરવાનો પ્લાન બનાવી શકો છો. આ એક કૃત્રિમ તળાવ છે જેને બનાવવાનો શ્રેય શ્રી ગૌરીશંકર ઓઝાને જાય છે,
જે ભાવનગરના દિવાના હતા. આ એક શાનદાર પર્યટક સ્થળ છે જ્યાં બાળકોને રમવા માટે એક પાર્ક પણ બનાવેલ છે.
તળાવ પાસે એક ભગવાન શિવને સમર્પિત એક મંદિર પણ સ્થિત છે. સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય ખાસ હોય છે, એ દરમિયાન અહીંયા વધુ પર્યટકો આવે છે. તળાવનું પાણી ઘણું સાફ છે જે પર્યટકોને એની તરફ આકર્ષિત કરે છે.
ગોપનાથ બીચ..
મોનસૂનની મજાને ડબલ કરવા માટે તમે ભાવનગરના ગોપનાથ સમુદ્રી તટ ઉપર પ્રવેશ કરી શકો છો. સફેદ રેતી અને ચમચમાતા પાણી સાથે આ બીચ આરામ કરવા માટે આદર્શ વિકલ્પ છે. સમુદ્રી તટની આજુબાજુના નજારો જોવો ઘણો સુખદ એહસાસ કરાવે છે. પર્યટકોને અહીંયા ચાલવું ખૂબ પસંદ પડે છે.
એની મનમોહક આબોહવાની સાથે ગોપનાથ બીચ ભાવનગરના ગણતરીના સૌથી ખાસ પર્યટન ગાંતવ્યોમાં ગણવામાં આવે છે. સમુદ્રી તટની સાથે સાથે તમે નજીક આવેલ તાલજા મંદિરના દર્શન પણ કરી શકો છો. આ બીચ પક્ષી વિહાર માટે ખાસ માનવામાં આવે છે.
ગાંધી સ્મૃતિ..
પ્રાકૃતિક સ્થળો ઉપર ફરવા સિવાય તમે ભાવનગરના થોડા પ્રસિધ્ધ સ્થળો પર પણ જઈ શકો છો. શહેરમાં સ્થિત ગાંધી સ્મૃતિ અહીંયાનો મુખ્ય પર્યટન સ્થળોમાં નો એક છે , જ્યાં પર્યટક જવાનું પસંદ કરે છે. ગાંધી સ્મૃતિમાં તમને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની એક મોટી પ્રતિમા, એક કલોક ટાવર અને એક ગેલેરી જોઈ શકો છો..
અહીંયા સ્થિત ગેલેરીમાં તમે રાષ્ટ્રપિતાથી સંબંધિત વિભિન્ન ચોપડીઓ, ચિત્રો અને અન્ય સંબંધિત વસ્તુઓ જોઈ શકો છો. મહાત્મા ગાંધી વિસે જો તમે વધુ જાણવા માંગો છો તો અહીંયા જરૂર આવો.
બાર ટોન લાઈબ્રેરી અને મ્યુઝિયમ..
ઉપરોક્ત સ્થળો સિવાય તમે ભાવનગર સ્થિત વાર ટોન લાઈબ્રેરી અને મ્યુઝિયમ ફરવા જઈ શકો છો. બાર ટોન લાઈબ્રેરી દેશની સૌથી જૂની લાઈબ્રેરીમાં ગણાય છે , જેને 19 મી સદીમાં બનાવાય ગઈ હતી. આ એક મહત્વપૂર્ણ ઐતિહાસિક અને સાંસ્કૃતિક કેન્દ્રના રૂપમાં જણાય છે , અહીંયા પર્યટક આવવાનું પસંદ કરે છે.
આ લાઈબ્રેરીમાં ઘણી જૂની પુસ્તકોનો સંગ્રહ હાજર છે. આ લાઈબ્રેરીનું રૂપ જ ઘણું પ્રભાવિત છે , ઇતિહાસને સારી રીતે સમજવા માટે તમે અહીંયા આવી શકો છો.
ભાવનગરમાં આવા ઐતિહાસિક અને કુદરતી સોંદ્રય અને અદભૂત ફરવાના સ્થળ તો ઘણા છે. આતો ખાલી જલક હતી, આવતા નવા બ્લોગમાં અન્ય સ્થળની જાણકારી પણ અમે તમને આપીશું ત્યાં સુધી જોડાયેલા રહેશો…