ભાવનગરના ઘણા બધા ફરવા લાયક સ્થળ છે જેમા દરિયાઈ વિસ્તાર પણ છે, પરંતુ આજે અમે તમને એવા બે સ્થળ વિષે કેહવા જઈ રહ્યા છે, જેમાંથી એક સ્થળની જાણકારી હશે પણ બીજું એક સ્થળ તો ડુંગરાળ અને કુદરતી સોંદર્ય વચ્ચે ખૂબ શાંતિનું પ્રતિક અને સારું રમણનિય સ્થળ છે,
1- મેલકડી..
જી હા ભાવનગરના ભંડારીયા ગામની નજીક મેલકડી ગામ ચોમાસા કે ચોમાસા બાદ પિકનીક માટેનુ ઉત્તમ સ્થળ કહી શકાય ચોમાસા બાદ ત્યાની હરીયાળી અને કુદરતી સૌંદર્ય તમને મનમોહીત કરશે ઉંચા ડુંગર અને તેના પર રહેલી પવન ચક્કી ઓ ફોટો અને Preweding માટે ઉત્તમ છે.
ત્યાના કુદરતી સૌંદર્ય સાથે ડુંગરની ઉપર ખોડીયાર માતાજીનું મંદિર અને નીચેની તરફ ધાવડી માતાજીનુ મંદીર રહેલુ છે ગામ તરફ આગળ વધતા જ ડુંગર પર રહેલા ફાર્મ હાઉસ આકર્ષક લાગે છે આ સ્થળ પર જવાનો ઉત્તમ સમય ચોમાસા બાદ નો છે.
દેરીવાળા ડુંગર તરીકે ઓળખાતા ખોડીયાર માતાના મંદિરે પ્રવાસીઓની ભીડ ઉમટી રહી છે. ભંડારિયા -ધાવડીમાતા મંદિરથી મેલકડી થઈ ખોખરા જવાના કાચા (પરંતુ નાના મોટા વાહનો જઇ શકે) માર્ગે દેરીવાળા ડુંગરે જવા રસ્તો ફંટાય છે. વાહનો લઈને પણ ચડવામાં આકરો એવા આ ડુંગર પર પહોંચીને સુંદર નજારો જોવા માત્રથી થાક ઉતરી જાય છે..! આ વિસ્તારનો આ સૌથી ઊંચો ડુંગર છે.
ભંડારિયાના ડુંગરમાળમાં વસેલ ધાવડી માતા (મેલકડી ગામ) સુધીનો ૯ કિલોમીટરનો ટ્રેકિંગ
લીલાછમ ડુંગરો વચ્ચે અનેક ઝરણાઓ દુર્લભ જીવ સૃષ્ટિને નિહાળવા ટ્રેકર્સો ધાવડી માતાના સાનિધ્યમાં પહોચે છે
આ ટ્રેકમાં પ્રથમ વખત આવેલ ભાવેણાવાસીઓ ગોહિલવાડ પંથકમાં આવેલ આવા રમણીય સ્થાનોને નિહાળી અભિભૂત થયા હતા.
2 – વિકટોરીયા પાર્ક..
ભાવનગર શહેરની શાન કહી શકાય એવી જગ્યા એટલે વિકટોરીયા પાર્ક ભાવનગર શહેરની વચ્ચે આવેલુ વિકટોરીયા પાર્ક એકમાત્ર એવુ જંગલ પાર્ક છે કે જે શહેરની વચ્ચે આવેલુ છે.વિકટોરીયા પાર્ક ભાવનગર શહેરને ઘણોબધો ઓકસીજન પુરો પાડે છે, આ પાર્કમા અનેક પક્ષી અને પ્રાણીઓ પણ વસવાટ કરે છે.
આ પાર્ક 202 હેક્ટરમા પથરાયેલો છે પાર્કનુ નવીનીકરણ થયા બાદ ઘણુ સુંદર લાગે છે અને શાંતિની અનુભૂતિ થાય છે.
આ પાર્કમાં રોજ સવાર અને સાંજ ચાલવાવાળા તેમજ પ્રાણી અને પક્ષી પ્રેમીઓ કુદરતી સોંદ્રયની ખૂબ મજા લે છે, શુદ્ધ ઑક્સીજન અને યોગા કસરત કરવાનું આ ખૂબ જ સારું લોકેશન છે.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે અભિપ્રાય કમેનટ બોક્સ મા જરુર આપજો અને અન્ય લોકો સાથે શેર કરજો આભાર..
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
Search :- apnubhavnagar
Instagram:-https://instagram.com/apnubhavnagar
Facebook:-https://fb.com/apnubhavnagar