Friday, June 2, 2023
Home Health ભાવનગરની આ ત્રણ વર્ષની દીકરી રમતા રમતા કરી નાખે છે, એક-બે નહીં,...

ભાવનગરની આ ત્રણ વર્ષની દીકરી રમતા રમતા કરી નાખે છે, એક-બે નહીં, પણ પાંચ થી સાત યોગ આસન..

આ દીકરીએ યોગનું શિક્ષણ શાળાના પગથીયા ચડતા પહેલા જ મેળવી લીધું.. ભાવનગરની ત્રણ વર્ષની શિવાની રમતા રમતા કરી નાખે છે એક-બે નહીં પણ પાંચ થી સાત યોગ આસન..

પવનમુક્તાસન

આપણું સ્વાસ્થ્ય સારું રહે તે માટે યોગ્ય પરીક્ષકની નીચે પ્રેક્ટિકલ કરવા માટે વિવિધ શિબિરો, ક્લાસીકો, કોચ, પરીક્ષકો વિગેરેની ઘણી ડીમાન્ડો છે, કારણકે હવે યોગ્ય આરોગ્યની દ્રષ્ટિએ ઉપરાંત આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ પણ મહત્વ આપવામાં આવ્યું છે,

ભુજંગાસન

ત્યારે આ નાની ઉમરની દીકરી જે યોગાસનના નામ તો બોલે જ છે પણ સાથે સાથે એ નામના યોગા કરીને પણ બતાવે છે, જેમાં પવનમુક્તાસન, વૃક્ષાસન, તાડાસન, ઉત્તાનપાદાસન, ભુજંગાસન, વજ્રાસન, ભુનમપદ્માસન, વિગેરે કરે છે..

વજ્રાસન

રમકડા રમવાની ઉંમરે ત્રણ વર્ષની ઢીંગલી શિવાની રમતા રમતા પાંચ થી સાત યોગના આસન કરી નાખે છે, ત્યારે  યોગશિક્ષણના ક્લાસમાં ગયા વિના તેણે આટલી નાની ઉંમરમાં જ ઘણા બધા આસન કરી બતાવે છે,

વૃક્ષાસન

ભાવનગર યુનિવર્સિટીના કેમ્પસ ઓફિસર તરીકે ફરજ બજાવતા કલ્પેશસિંહ ઝાલાની પુત્રી શિવાનીએ આટલી નાની ઉંમરથી જ ભવિષ્યની મિસ યોગીની બનવાના પાઠ ભણી લીધા છે,

ભુનમપદ્માસન

કલ્પેશસિંહ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, હું મારા યોગના ડીપ્લોમાં અભ્યાસની તૈયારી કરતો હતો, ત્યારે એક દિવસ મેં યોગનું પુસ્તક વાંચવા લીધું અને પ્રેક્ટીસ કરતો હતો,

ઉતાનપાદાસન

ત્યારે શિવાનીને આમાં રસ પડ્યો અને કુતૂહલતાપૂર્વક મને સવાલો પૂછવા લાગી, તેથી મેં તેને આસનોની તસવીર સાથે તેના નામ કહ્યા અને પ્રેક્ટિકલ કરીને બતાવ્યું,

તાડાસન

તો તેને પણ આ મને આવડે છે, તેમ કહી કરી બતાવ્યું, ત્યારથી આ દીકરીને શીખવાડવાનું મન થયું અને મોટી ઉંમરનાને પણ આ આસનો કરવામાં તકલીફ પડતી હોય ત્યારે આ શિવાનીને સિદ્ધિ નોંધનીય છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments