જાણો ! ભાવનગરની આ હાઈસ્કૂલનું નામ આલ્ફ્રેડ હાઈસ્કૂલ કેમ રખાયું ?
આલ્ફ્રેડ હાઇસ્કુલ ભાવનગર રાણી વિક્ટોરિયાના પુત્રનું નામ પ્રિન્સ આલ્ફ્રેડ હતું l, અને તેની યાદમા તેના નામ પરથી ભાવનગરની મધ્યમાં આવેલ હાઈસ્કૂલનું નામ આલ્ફ્રેડ હાઈસ્કૂલ રખાયું.
ભાવનગરનું રજવાડું પ્રજા વત્સલ હતું અને ઇ. સ. ૧૮૦૦ માં ગોહિલવાડ ના રાજવી મહારાજા જસવંતસિંહજીએ પ્રથમ હાઈસ્કૂલ માટે પહેલ કરી પણ તેમનું અવસાન થતાં તેમના પુત્ર મહારાજા તખ્તસિંહજી એ પિતાના સ્વપ્નને પૂર્ણ કર્યું અને ૧૮૭૨ માં પ્રથમ કાઠિયાવાડ વિસ્તારમાં હાઈસ્કૂલ નું નિર્માણ કરવામાં આવ્યું હતું.

મહારાજા જસવંતસિંહજીએ તે સમયમાં ૭૫૦૦૦ રૂપિયા આ હાઈસ્કૂલ માટે ફાળવ્યા હતા પરંતુ તખ્તસિંહજીએ ૧૮૭૨ મા પાયો નાખ્યો અને પ્રથમ મોતીબાગ ટાઉન હોલ વિસ્તારમાં શાળા શરૂ કરી અને એક તરફ હાલ મા જ્યાં આલ્ફ્રેડ હાઈસ્કૂલ છે ત્યાંનું બાંધકામ શરૂ રાખ્યું એટલે શાળા અને નિર્માણ બંન્ને એક સાથે થયા અને જ્યારે ૧૮૭૨ માં શાળાનું નિર્માણ પૂર્ણ થયું ત્યારે ટોટલ ખર્ચ ૧ લાખ ૫૧ હઝાર થયો હતો.


આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં માં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ :
૧) ન્યાયમૂર્તિ પૂર્વ હરિલાલ કાણીયા
૨) પદ્મશ્રી ગૌતમ ભટ્ટ
૩) ડો. ધોળકિયા ( હાસ્યકલાકાર )
૪) શાહબુદ્દીન રાઠોડ ( પદ્મશ્રી )
૫) માયાભાઈ આહિર ( લોક સાહિત્યકાર )
૬) બળવંતભાઈ મહેતા ( રાજકીય નેતા )
૭) જાદવજીભાઈ મહેતા ( નેતા ) અને બીજા ઘણાં બધાં ટોપ લેવલે પહોંચેલા વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં ભણેલા છે..
કોરોનાકાળ દરમ્યાન શાળાના સ્ટાફ દ્વારા ફંડ ભેગુ કરીને વિદ્યાર્થીઓની ફી ભરી હતી. યુનિફોર્મ અને શૈક્ષણિક કીટ પણ થોડાક મહિના પહેલા આપી હતી એટલે શાળા પોતાનો ધર્મ આજના દિવસે પણ નિભાવી રહી છે એવું કહી શકાય.



આ શાળાનું હાલ સંચાલન કેળવણી મંડળ કરી રહ્યું છે અને કેળવણી મંડળ ના મહામંત્રી દેવેન્દ્રભાઈ વ્યાસે જણાવ્યું હતું કે ગઈ ૮ જુલાઈ એ શાળાએ ૧૪૯ વર્ષ પૂર્ણ કર્યા છે અને ૧૫૦ મા વર્ષમાં પ્રવેશ કરશે.
ભારત સ્વતંત્ર થયા બાદ આવેલ સરકાર અને નેતાઓએ શાળાના બિલ્ડિંગ પ્રત્યે ધ્યાન આપ્યું નથી. એક સમયમાં ગણાતી આ હેરિટેજ બિલ્ડિંગ હાલમાં જર્જરિત હાલતમાં છે. આ શાળાનો ઐતિહાસિક વારસો જાળવી રાખવાને બદલે હાલમાં તેનો પાર્કિંગ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે.


શાળાના હાલના શિક્ષકો સરસ ભણાવી રહ્યા છે,, બધાજ શિક્ષકો ખૂબજ અનુભવી અને વિદ્વાન છે. ૧૨ કોમર્સ માંથી અવારનવાર આ સ્કૂલ ના વિદ્યાર્થીઓ ભાવનગર સેન્ટરમાં નંબર મેળવી ચૂક્યા છે.
નીચે ઈમેજ માં ૨ તસવીર મુકેલ છે જેમાં એક પ્રિન્સ આલ્ફ્રેડ ની છે કે જેના નામ ઉપરથી આ શાળાનું નામકરણ થયું અને બીજી તસવીર હાલની શાળા ની છે કે જ્યાં કબૂતરો ચણ ચણે છે.