તળાજા અને દરબાર શ્રી એભલ વાળા વિષે જાણો ઈતિહાસ અને રસપ્રદ જાણકારી….

Share

ભાવનગર- ખંભાતના અખાતના કિનારે શેત્રુંજી અને તળાજી નદીનો જ્યાં સંગમ થાય છે, તેના કિનારે આવેલું છે તળાજા ગામ.

પૌરાણોક્ત કાળમાં આનર્તપ્રદેશમાં તાલધ્વજ ગિરિનો ઉલ્લેખ છે. મૈત્રક કાલીન વલ્ભી સામ્રાજ્ય ઇ.સ.૪૬૮ થી ૭૮૮ સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરનું રાજ્ય હતું. વિષ્વના બુધિકો, ધર્માચાર્યો વલ્ભીમાં વસતા હતા. વલ્ભી રાજ્યમાં બૌધ ધર્મ (હીનયાન સંપ્રદાય)ના ૧૦૮ મઠો બંધાય હતા. જ્યાં ધર્માભ્યાસનું શિક્ષણ અપવામાં આવતુ તે પૈકી એક મઠ તાલધ્વજગિરિમાં હતો. જે ગુફઓ ડુંગર ઉપર અસ્તિત્વમાં છે.

વલ્ભી રાજ્યના મૈત્રક (સુર્યવંશી) રાજવી ધારાદિત્યજી એ ફરી વલ્ભી વસાવ્યું, ત્યારે તેમનાં વંશજોએ રાજ્ય સુરક્ષા માટે દરિયા કીનારાઓ પર સુરક્ષાચોકીઓ બાંધી દીધી ધારાદિત્યજીના વૃતકેતજી (વાલ્લાદિત્યજી) ઇ.સ.૮૧૦ થી ૮૩૫ (ઝાંઝરશી વાળા) એ ઝાંઝમેર ચોકી સ્થાપી તળાજા નગર વસાવી રાજ્યગાદી સ્થાપી ઇ.સ. ૮૩૫ થી ૧૨૦૩ સુધી ઉગ્રસેનજી (ઉગાવાળા) (જેમણે પોતાના ભાણેજ રા-કાવટને અનંત ચાવડાની કેદમાથી મુક્ત કરવ્યા અને આબુના રાજાને ૧૭ વખત હરાવ્યાના ઇતિહાસિક પ્રસંગો છે.)

મૈત્રક કાલીન વલ્ભી સામ્રાજ્ય ઇ.સ.૪૬૮ થી ૭૮૮ સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરનું રાજ્ય હતું. વિષ્વના બુધિકો, ધર્માચાર્યો વલ્ભીમાં વસતા હતા. વલ્ભી રાજ્યમાં બૌધ ધર્મ (હીનયાન સંપ્રદાય)ના ૧૦૮ મઠો બંધાય હતા. જ્યાં ધર્માભ્યાસનું શિક્ષણ અપવામાં આવતુ તે પૈકી એક મઠ તાલધ્વજગિરિમાં હતો. જે ગુફઓ ડુંગર ઉપર અસ્તિત્વમાં છે. વલ્ભી રાજ્યના મૈત્રક (સુર્યવંશી) રાજવી ધારાદિત્યજી એ ફરી વલ્ભી વસાવ્યું, ત્યારે તેમનાં વંશજોએ રાજ્ય સુરક્ષા માટે દરિયા કીનારાઓ પર સુરક્ષાચોકીઓ બાંધી દીધી..

ધારાદિત્યજીના વૃતકેતજી (વાલ્લાદિત્યજી) ઇ.સ.૮૧૦ થી ૮૩૫ (ઝાંઝરશી વાળા) એ ઝાંઝમેર ચોકી સ્થાપી તળાજા નગર વસાવી રાજ્યગાદી સ્થાપી ઇ.સ. ૮૩૫ થી ૧૨૦૩ સુધી ઉગ્રસેનજી (ઉગાવાળા) (જેમણે પોતાના ભાણેજ રા-કાવટને અનંત ચાવડાની કેદમાથી મુક્ત કરવ્યા અને આબુના રાજાને ૧૭ વખત હરાવ્યાના ઇતિહાસિક પ્રસંગો છે.)

એભલજી (જેમણે વરસાદ છોડાવ્યા તથા ચારણનો કોઢ મટાડવા પુત્રનું બલિદાન આપ્યાનો પ્રસંગ છે.) અણાજી, એભલજી-૩ (ત્રીજા) (હજારો ગરીબ કન્યાઓને પરણાવવાનો પ્રસંગ છે.) વિગેરે સુર્યવંશી રાજાઓએ રાજ્ય કર્યુ છે. ઇ.સ. ૧૪૦૦ પછી ઝાંઝમેર રાજ્ય રાઠોડ-વાજા રાજવીઓના તાબામાં હતું, ત્યારે તાળાજા ઝાંઝમેરની હકુમત નીચે હતુ. તેમ ઇતિહાસિક પ્રસંગો પરથી અનુમાન કરી શકાય.

વાજા રાજા હરરાજ મુંજરાજ રાજગાદી એ હતા ત્યારે તેના આલાશાહ નામના દિવાનને આઇશ્રી કગબાઇ માતાજી એ દેવલી પાસેના ગણેશીયા પાસે માર્યાનો ઉલ્લેખ છે. તળાજા નગર ત્યારે ભુતપ્રેત જેવી ઘટનાઓથી નાશ થયુ હોય તેમ લાગે છે. આજે પણ નગરના કેટલાક ભાગમાં ખોદાણ દરમ્યાન પુરાતન અવશેષો જોવા મળે છે. છીન્ન ભીન્ન તળાજા અલગ અલગ વિસ્તારોમાં વહેચાયેલું હશે. ઝાંઝમરે ગોપનાથ આસપાસનો પ્રદેશ રાઠોડ રાજવી ઓ પાસે રહ્યો હશે. પીથલપુર પાસેન પ્રદેશમાં ઇ.સ.૧૪૭૦ ગોપનાથ તોડવા આવતા મુસ્લીમ બાદશાહ સામે જજુમી વિરગતી પામેલા રાઠોડ રાજવી કશીયાજી વિગેરે ઓના પાળીયા મોજુદ છે.

ત્રાપજના વાળા રાજવી સુરાવાળા, ઘોઘાના મોખડાજી ગોહિલના સેનાપતિ તરીકે બાદશાહ સામે ગુંજર યુધ્ધ કરી (મસ્તક પડ્યા પછી ધડ લડે) મથાવાડા પાસે વીરગતીને પામ્યા છે. તેમનુ મંદિર છે. ઇ.સ.૧૫૬૦ પઢીયાર શાખાના બારૈયા રાજવી મેંડ્રજી રાવે તળાજા સરતાપુર સ્થાપી છે. તેમના વંશજો પૈકીના સરતાનપુર, દેવલી વિગેરે તથા સેંદરડા, મોણપુર વિગેરે ગયા છે. ઇ.સ.૧૭૭૨ માં બ્રિટિશ ગર્વ. ચાચીયાઓને મારીને તળાજાનો હવાલો ખંભાતના નવાબને આપ્યો.

તે ઇ.સ. ૧૭૭૨ સુધી નવાબના સુબાએ રાજ્ય કર્યું. ઇ.સ. ૧૭૭૨ માં ભાવનગરના ગોહિલ રાજવી શ્રી વખતસિંહજી એ તળાજા, મહુવા જીતી લીધું અને ભાવનગર રાજ્યમાં ભેળ્વ્યું તળાજા, મહુવા ઉપર ઢાંકના ખીમજી વાળાને સંચાલન આપ્યું. ૧૯૪૭ ભારત આઝદ થયુ ત્યાં સુધી તળાજા ભાવનગર રાજ્યનું પરગણુ રહ્યુ છે. પ્રજાસત્તાક રાજ્ય બન્યા પછી શહેર સુધરાઇ, મ્યુનિસિપાલિટિ, નગર પંચાયત અને નગર પાલિકા સ્વરૂપે પ્રશાસન રહ્યુ છે.

અહી આપેલી તસવીર એભલ મંડપ ની છે ..જ્યા એભલ વાળા એ ૯૯૯ કન્યાઓ ના લગન કરાવી આપ્યા તા અને ક્ન્યાદાન દિધા તા..

તળાજામાં બીજી સદીમાં મૌર્યકાળના સમયમાં અસ્તિત્વમાં આવેલી ઐતિહાસિક ગુફાઓ આજે પણ મોજૂદ છે. આ ગુફાઓમાં બૌદ્ધ ભિક્ષુકોએ વસવાટ કરીને તપશ્ચર્યા કરી હતી. ભાવનગરનું આ તળાજા શહેર નદીના કિનારે આવેલું છે. અહીં પર્વત ઉપરથી તેનું વિહંગ દ્રશ્ય નરી આંખને ગમી જાય તેવું હોય છે. તાલધ્વજ પર્વત ઉપર 30 ગુફાઓ આવેલી છે. આ ગુફામાં બૌદ્ધભિક્ષુકોએ તપ અને શિક્ષણ પણ મેળવ્યું હોવાનું મનાઈ છે.

આ ગુફાઓમાં કેટલીક ગુફાઓમાં તો આજે પણ પાણીના કુંડ જોવા મળે છે. અને એ કુંડમાંથી પાણી પણ નીકળે છે. તળાજાના પર્વત ઉપર આવેલી આ ગુફામાં એક ગુફા એભલ મંડપ તરીકે ઓળખાય છે. આ ગુફામાં 8મી સદીમાં રાજા એભલ દ્વારા 999 કન્યાઓના સમૂહ લગ્ન કરાવ્યા હોવાની પણ માન્યતા છે. આ તળાજા ગામ નરસિંહ મહેતાની જન્મભૂમિ છે, આથી એક ગુફા તેમના નામ સાથે પણ સંકળાયેલી છે. આ ગુફાઓની વિશેષતા એ છે કે, અહીંની એક પણ ગુફાને પિલર નથી તેમ છતાં પણ આજે અડીખમ છે.

આ પર્વત ઉપર જૈનના દેરાસર તેમ જ ખોડિયાર માતાનું મંદિર અને એક દરગાહ પણ આવેલી છે . આમ તો ભાવનગર અને સમગ્ર જિલ્લો રાજાશાહી સમયમાં ગોહિલવાડ તરીકે ઓળખાતો હતો. અને અહીં શિલ્પ સ્થાપત્યોનો ભરપૂર ખજાનો પણ જોવા મળે છે. થોડા સમય પહેલા અહીં હાથબ નજીક થયેલા ખોદકામ દરમિયાન એક જૂનું નગર મળી આવ્યું હતું. અને આ રીતે અહીં અનેક પુરાતત્વ ચીજો જોવા મળે છે.

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા આ ગુફાના ઇતિહાસ માટે 1952થી 1956 દરમિયાન ખાસ સંશોધન કરવામાં આવ્યું હતું. ભાવનગરમાં રાજાશાહી સમય અને પુરાતન કાળના અનેક શિલ્પ સ્થાપત્યો આવેલા છે. પણ ખાટલે મોટી ખોટ હોય તેમ અહીં પુરાતત્વ વિભાગની કચેરી જ નથી. આથી જો કોઈ પુરાતન વિભાગને લગતી ફરિયાદ હોયતો લોકો કરે ક્યાં તે એક પ્રશ્ન છે. ભાવનગરનાં જાણીતા ઈતિહાસવિદ પિ.જી કોરાટે જણાવ્યું હતું કે “ આ સ્થળની પ્રવાસન વિભાગ સંભાળ લે અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવે એ જરૂરી છે.

ઇતિહાસવિદો અને સંશોધનકર્તાઓ દ્વારા આ ગુફાઓને વિશ્વ સ્તરે નામના મળે તે માટે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *