અરે ભાઈ ના, આ પાણી વચ્ચે કોઇ યુરોપિયન મહેલ નથી. આતો અમારા ભાવનગરનો ભાવવિલાસ પેલેસ છે.
આ વર્ષે સારા મેઘમહેરથી ભાવનગરનું બોરતળાવ ભરાઇ ગયું છે,
ત્યારે તળાવના કાંઠે રજવાડી સ્થાપત્ય અને કુદરતી સૌંદ્રય વચ્ચે ભાવવિલાસ પેલેસની સુંદરતા ખીલી ઉઠી છે.
આમ તો હવે પૂર્ણપણે ભરાયેલું બોરતળાવ અને બાલવાટિકાના નવીનીકરણ બાદ આ સરોવર ભાણેણાવાસીઓનું માનીતું પિકનિક પોઇન્ટ જ બની ગયું છે.
હાલમાં બોરતળાવ ભરાઈ ગયા હોવાથી ત્યાં પ્રયટકો તેમજ ભાવેણાવાસીઓ રોજ સાંજે મોસમ માણવા ઉમટી પડે છે,
સવાર તેમજ સાંજે ચાલવાવાળાઓ માટે તો આ ખૂબ જ સરસ લોકેશન બન્યું છે..
યુરોપના ઇટાલીના ચોતરફ પાણીથી ઘેરાયેલા વેનિસ કે તે પૈકીના કોઇ શહેરમાં ભવ્ય મહેલ કે જે ચોરતફ પાણીની વચ્ચે બનાવ્યો હોય તેવું દ્રશ્યમાન આ તસવીરથી થાય છે.
ભાવનગરના ચિંતનભાઈ વાઘાણીએ ડ્રોનમાં એક વિડીયો પણ ઉતાર્યો છે, જે નીચે આપેલ લિંકથી માણિ શકો છો…
આ તમામ તસવીર ડ્રોનમાં ઉતારી શ્રી ચિંતનભાઈ વાઘાણીએ તેમના ફેસબુક પેજમાં સેર કરી છે..