Saturday, June 10, 2023
Home Bhavnagar જાણો ! ભીમનાથ મહાદેવ - ભીમનાથ વિષે..

જાણો ! ભીમનાથ મહાદેવ – ભીમનાથ વિષે..

ભીમનાથ મહાદેવ – ભીમનાથ

ભીમનાથ (તા. બરવાળા, જિલ્લો – બોટાદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા બોટાદ જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા બરવાળા તાલુકામાં નિલ્કા નદીના કિનારા પર આવેલું એક ગામ છે. ભીમનાથ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.

આ ઉપરાંત કેટલાક લોકો સરકારી તેમ જ ખાનગી સંસ્થાઓમાં નોકરી પણ કરે છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

અહીં ૫૦૦૦ વર્ષ પુરાણુ જાળનાં વૃક્ષો નીચે બિરાજમાન ભીમનાથ મહાદેવ આવેલ છે. મહાભારતના કાળમાં નજર ફેરવતા આ સ્થળે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આવેલા. વરખડી (જાળ)ના વૃક્ષ નીચે ભીમે મહાદેવની સ્થાપના કરેલ. હાલમાં પાંચ હજાર વર્ષ જૂનું વરખડીનું વૃક્ષ હયાત છે. ભારતમાં આ એકમાત્ર શિખર વગરનું શિવાલય છે,

આ એક ઘણુ જ ઐતિહાસિક અને પ્રાચિન સ્થળ છે, જે મહાભારત સમય (ખાસ પાંડવો) સાથે સંકળાયેલુ છે. પાંડવ ભીમે અહીં શીવલીંગની સ્થાપ્ના કરી હતી, જેની અર્જુન દ્વારા પુજા-અર્ચના કરવામાં આવતી હતી. તેથી આ સ્થળ ભીમનાથ મહાદેવ તરીકે ઓળખાય છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments