સૌરાષ્ટ્ર ગુજરાતની ધરા ઉપર બહારવટિયા યુગનો સૂરજ મધ્યાનહે તપતો હતો. બહારવટિયા ઉપર રાજા રજવાડાના આશીર્વાદ હતા. એવામાં ભુપતસંગ મેરુજી ઉર્ફે ભૂપતસંગ બહારવટિયાનું નામ સૌરાષ્ટ્રમાં ગુંજતું થયું હતું. સૌરાષ્ટ્રના છોટે શિવાજી ગણાવતા વાઘણીયા દરબરશ્રીના અવસાનથી રાણી સાહેબે માણસોને રજા આપી હતી. અને પછી ભૂપતસંગને ફરજિયાત બહાર પડવું પડ્યું હતું (બહારવટે નીકળવું પડ્યું હતું) એ સમયે અમરવાળાના જમાઈ રામ નાઝાભાઈ બસિયાની મિત્રતા એ મદદ કરી.
વાસાવડનો નવલખો બંગલો લૂંટ્યો. અમરા વાળા નારાજ હતા. એ વામાં વાવડી દરબાર ભગવતસિંહજી રામસિંહ સરવૈયા (દાજીબાપુ) અમરાવાળાના ઘેર લગ્ન પ્રસંગે હાજર. ભૂપતસંગએ વર રાજાની મોટર કારની ઉપર ઘોડી કુંદાવી. દાજીબાપુથી બોલાઈ ગયું કે બુદ્ધિ વિનાનો લાગે છે. બસ ત્યારથી જોઈ લેસુનો વિચાર ભૂપતસંગને મગજમાં ઘર કરી ગયો. અમરાવાળાના જમાઈ રામભાઈને અમરા વાળા સાથે બહુ મનમેળ નય. એટલે દાજીબાપુએ ને બોવ ખૂંચે. એક દિ ભૂપતસંગને દાજીબાપુનું કામ પૂરું કરવા ભૂપતસંગ બીડું ઝડપે છે કે’ પછી એક દિવસ દરબાર નથી.
દરબાર માંથી ખોટા સમાચાર આપવામાં આવ્યા કે લાઠીથી ડોક્ટર બોલાવો દાજીબાપુને કે તમે જાવ તો ડોક્ટર આવે. અગાઉથી જ નથી ભૂપતસંગને બહારવટિયા ભૂતની વાવ ચાવન્ડ આને લાઠી વચ્ચે બેઠા છે. દાજીબાપુ ગાડી લઇને જાય છે. લાઠીથી પંદર મિનિટ પહેલાં જ પુગેલા મહમદ હુસેન મિયાસહેબ બહારવટિયા ને જોયા હોય છે.
ચાવન્ડ દાજીબાપુને જોતા જ દિલમાં સેરડો છૂટે છે એને અવાજ નીકળી જાય છે કે હ હ દાજી. એ બાજુ.. તો બહારવટિયા બેઠાં છે.. દગો છે… દાજીબાપુ સમય વર્તી જાય છે .મિત્ર મિત્ર નો જીવ બચાવી લે છે. ભૂપતસંગ એ 84 ખૂન.. લૂંટ. …કરી પણ ક્યારેય દાજીબાપુ એ થાપ ના ખાધી…ઇ નજ ખાધી.. (સત્ય કથા મહમદ હુસેન મિયા સાહેબ પીર ભાઈના મુખેથી સાંભરેલી )…
લેખક :- પ્રદીપસિંહજી ગજરાજસિંહજી સરવૈયા. – વાવડી. મો. 9426851415