Wednesday, March 22, 2023
Home Bhavnagar ભાવનગરની ૧૨ વર્ષની ભૂતિયા ગામની દીકરી દુષ્કર્મનો ભોગ બની.. ગુજરાતમાં પણ રાક્ષસોનો...

ભાવનગરની ૧૨ વર્ષની ભૂતિયા ગામની દીકરી દુષ્કર્મનો ભોગ બની.. ગુજરાતમાં પણ રાક્ષસોનો વધારો ! દીકરીઓની સલામતી પર પ્રશ્ન ? :

માણસની નરામધાની હદ થાય તેવી ઘટનાઓ સામે આવી રહી છે ઘટના હૈદરાબાદની હોઈ કે ઉત્તરપ્રદેશના ઉન્નવની હોઈ પરંતુ તેના કરતા શર્મસાર ઘટનાઓ સ્ત્રીઓ માટે સલામત કહેવાતા ગુજરાતના સિહોર નજીકના ભૂતિયા ગામેં ઘટી રહી છે સિહોર નજીકના ભૂતિયા ગામમાં ૧૨ વર્ષની દીકરી પર બળાત્કાર ગુજારવામાં હોવાની ઘટના સામે આવી છે..

પોલીસે આ બાળકીને સારવાર અર્થે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરી છે આપણે એક તરફ મહિલાઓ માટે ગુજરાત સલામત હોવાના દાવાઓ કરીએ છીએ બીજી તરફ જે ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ રહી છે..

તેનાથી આપણું માથું શર્મથી ઝૂકી જાય તેવું છે ઘટના વડોદરાના નવલખી મેદાનમાં સગીરા પર સામુહિક બળાત્કાર થાય છે તેવી જ રીતે રાજકોટમાં પણ થાય છે પરંતુ સૌથી શરમજનક ઘટના ભૂતિયા ગામે ૧૨ વર્ષની બાળકી પર તેને ઘેનની દવા ખવડાવી તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે

આ પ્રકારની ઘટના માત્ર સરકાર માટે નહીં આપણા જેવા સભ્ય સમાજ માટે પણ શરમજનક છે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલી દીકરીએ દુષ્કર્મ કરનાર આરોપીના નામનો ઉલ્લેખ પણ પોલીસ સામે કર્યો આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..

Source- Shankhnad News

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments