રૂપાણીની મહત્વની જાહેરાત, ૫ મહિનામાં ૨૦ હજારથી વધુ યુવાનોને મળશે સરકારી નોકરીની તક
રાજય સહિત દેશમાં કોરોના વાયરસના કારણે મંદીનો માહોલ છે. સરકારી અને ખાનગી સંસ્થાઓને કમરતોડ માર પડયો છે.
દેશના બીજા આર્થિક કવાર્ટરનો જીડીપી ૨૩ ટકા માઇનસમાં પટકાયો છે. ખાનગી સાથે સરકારી નોકરીઓમાં તવાઇ બોલી છે.
ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના યુવાનો માટે સારા સમાચાર આપ્યો છે.
મુખ્યમંત્રીએ સરકારી પદો પર પસંદ થયેલા ઉમેદવારોને તાત્કાલિક નિમણુંક પત્રો આપવાની જાહેરાત કરી છે.
આ ઉપરાંત નવા પદો પર ભરતીની જાહેરાત કરી છે. ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણીએ જડીપીએસસી ગૌણ સેવા પસંદગી મંડળ પંચાયત પસંદગી પોલીસ સમાન્ય વહિવટ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં ભરતી પ્રક્રિયા અંગેના મહત્વપૂર્ણ આદેશ આપ્યા હતાં.
રાજયમાં સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયાઓ પુરી થઇ ગઇ છે.
એવી તમામ જગ્યાઓ સહિત આઠ હજાર જગ્યાઓ માટે નિમણુંકપત્રો તાત્કાલિક આપવા મુખ્યમંત્રીના સ્પષ્ટ આદેશો આપ્યા છે.
ભરતી માટેની જાહેરાત થઇ ગઇ છે પરંતુ પરીક્ષાની પ્રક્રિયા બાકી છે, તેવી જગ્યા માટે કોવિડ-૧૯ની સ્થિતિ સામાન્ય થયા બાદ આગળની પ્રક્રિયાઓ કરવા મુખ્યમંત્રીએ સુચના આપી છે.