Friday, June 9, 2023
Home News 370 હટાવ્યા બાદ મોદી સરકારનો મોટો નિર્ણય

370 હટાવ્યા બાદ મોદી સરકારનો મોટો નિર્ણય

370 હટાવ્યા બાદ મોદી સરકારનો મોટો નિર્ણય

જમ્મુ-કાશ્મીરમાં હવે કોઈ પણ ખરીદી શકશે જમીન, ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન
J&Kથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ મોદી સરકારનો મોટો નિર્ણય,

નોટિફિકેશન મુજબ કૃષિની જમીન નહીં ખરીદી શકાય

જમ્મુ-કાશ્મીરમાં હવે કોઈ પણ ખરીદી શકશે જમીન, ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન

નવી દિલ્હી/શ્રીનગરઃ દેશનો કોઈ પણ નાગરિક જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)માં હવે જમીન ખરીદી શકે છે.

ગૃહ મંત્રાલયે (Ministry of Home Affairs) આ આશયની અધિસૂચના મંગળવારે બહાર પાડી દીધી છે. જોકે આ અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે

કે કૃષિ માટે જમીન નહીં લઈ શકાય. કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા જાહેર કરવામાં આવેલી અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે

આ આદેશનો કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (કેન્દ્રીય કાયદાને અનુકૂળ) ત્રીજા આદેશ – 2020 કહેવામાં આવશે.

કેન્દ્ર દ્વારા અધિસૂચના જાહેર કર્યા બાદ આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 1897ના સામાન્ય આદેશ અધિનિયમ આ આદેશની વ્યાખ્યા માટે લાગુ થશે.

આવું એટલા માટે હશે કારણ કે આ ભારતના સમગ્ર ક્ષેત્રમાં લાગુ કાયદાની વ્યાખ્યા માટે હશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments