Tuesday, October 3, 2023
Home Useful Information રાશનકાર્ડ બાબતે મોટા સમાચાર

રાશનકાર્ડ બાબતે મોટા સમાચાર

રાશનકાર્ડ બાબતે મોટા સમાચાર

રાશનકાર્ડ : મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય, જાણો દરેક નાગરિકને શું અસર પડશે?

રાશન ધારકો વારંવાર મુશ્કેલીનો સામનો કરતા હોય છે તો ક્યારેક રાશનની દુકાન ધારકો તેમાં કાળા બજાર કે ભ્રષ્ટાચાર કરતા હોય છે, તો વળી રાશન ધારકોને છેતરીને પૂરેપૂરું આપવામાં આવતું નથી.

આ મોદી સરકાર આવ્યા પછી તેમાં ઘણો સુધાર જોવા મળ્યો છે, અને હાલ મોદી સરકાર દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે જેના લીધે ગ્રાહકો માટે ખુશ ખબર છે.

ખુશ ખબરની માહિતી એવી છે કે રેશન કાર્ડ હવે મોબાઈલના સીમ કાર્ડની કામની કંપની બદલીએ તેવી રીતે બદલી શકાશે. એટલે કે પોર્ટેબ્લીટી કરી શકાશે. પોટ્રેબ્લીટી એટલે કે MNP.

 

તો રાશન કાર્ડના ધારકોન હવે પોતાનો રેશનકાર્ડ નંબર બદલ્યા વગર આખા દેશમાં તેનો ઉપયોગ કરી શકે છે. મતલબ કે તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાવ તો તમે તમારા રેશન કાર્ડ લઈને રેશન ખરીદી શકો છો.

રેશનકાર્ડની પોર્ટે બ્લીટી કરવા માટે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવું જરૂરી છે. રેશન કાર્ડના લાભાર્થીઓને આધાર કાર્ડના ઈલેકટ્રોનીક પોઈન્ટ ઓફ સેલ ડિવાઈસ દ્વારા ઓળખવામાં આવે છે. આ ચકાસણી સમયે રેશનકાર્ડ અને આધારકાર્ડ સાથે હોવું જરૂરી છે.

ચકાસણી આધાર નંબરથી કરવામાં આવે છે. અને આ ચકાસણી પીડીએસ દુકાન પર કરવામાં આવે છે.

આ નિર્ણય થી ખાસ ફાયદો મુંબઈ ના બહારના રહેવાસીઓને ખુબ થશે. કારણકે મુંબઈમાં બહારના રાજ્યોમાંથી લોકો કામ ધંધા માટે આવતા હોય છે.

અન્ન અને પુરવઠા વિભાગના નિયંત્રક કૈલાસ પગારેએ આ માહિતી શેર કરી હતી. “વન નેશન,વન રેશન, “ અંતર્ગત સમાવેશ થનારા 23 રાજ્યોને આ મુંબઈમાં પણ હવે આ રાજ્યોના રેશન ધારકો લાભ મેળવી શકશે, રેશન ધારકો જુનું રેશન કાર્ડ ગમે ત્યાં આ યોજનામાં સમાવિષ્ટ રાજ્યોમાં ઉપયોગ કરી શકશે.

વન નેશન વન રેશન યોજના શું છે ?

ઘણા સમયથી ગ્રાહકો તરફથી એવી ફરિયાદો આવી રહી હતી કે રેશન ધારક નો અનાજ મળતું નથી અને જો તે ગ્રાહક અન્ય કોઈ બીજી દુકાનેથી ખરીદી કરશે, તો તેનું નામ કાઢી નાખવામાં આવશે.

અને આ પછી તેને રાશન મળશે નહિ, આ કારણોસર વન નેશન વન રેશન યોજના લાગુ કરવામાં આવી જેથી લાભાર્થીઓ ગમેં તે જગ્યાએ થી રાશન ખરીદી શકે

RELATED ARTICLES

Most Popular

Recent Comments