Tuesday, October 3, 2023
Home Astrology જાણો,પક્ષીઓના ચણ આપવાથી થશે આ લાભ..

જાણો,પક્ષીઓના ચણ આપવાથી થશે આ લાભ..

જ્યોતિષમાં પક્ષીઓને ચણ આપવાને બહુ મહત્વ આપવામાં આવ્યું છે.

વિદ્વાનો ગ્રહોની શાંતિ માટે પક્ષીઓને દાણા નાખવાની સલાહ આપે છે. એવાં ઘણાં લોકો છે જે પૂણ્ય પ્રાપ્ત કરવા માટે રોજે પક્ષીઓનેચણ નાંખે છે.

જો કે વિવિધ પ્રકારના ચણ ગ્રહોની શાંતિ માટે હોય છે. શાસ્ત્ર કહે છે કે પક્ષીઓને ચણ નાંખવાથી ઘણાં દોષ નાશ પામે છે.

જો કુંડળીમાં રાહુકેતુની મહાદશા હોય તો પશુપક્ષિયોને બાજરી આપો.

પંખીઓને જુવાર ખવડાવવાથી શુક્ર ગ્રહની પીડા દૂર થાય છે.

ઘઉં ખવડાવવાથી કુંડળીમાં સૂર્યની પીડા દૂર થાય છે.

ચોખા આપવાથી માનસિક તકલીફો દૂર થાય છે.

મગની દાળથી બુધ ગ્રહથી થતી તકલીફોથી રાહત મળે છે.

ચણાની દાળથી ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે.

કાગડા અને કૂતરાને ગ્રાસ આપવાથી શનિ, રાહુ અને કેતુ પ્રસન્ન થાય છે.

ખિસકોલીને બાજરી અને રોટલી ખવડાવવાથી જીવનમાં આવતી ઘણી મુશ્કેલીઓથી મુક્તિ મળે છે.

કિડીઓને 100 ગ્રામ ખાંડ કે બેસનના લાડુ કે પછી પંજરી ખવડાવવાથી સ્વાસ્થ્યમાં લભ થશે, માનસિક શાંતિનો અહેસાસ પણ થશે.

( લેખમાં આપવામાં આવેલી જાણકારીને લઇને અમે એવો કોઈ દાવો નથી કરતાં કે સંપૂર્ણપણે સત્ય અને સચોટ છે. તેમજ આનેઅપનાવવાથી અપેક્ષિત પરિણામ મળશે. તેથી તેને અપનાવતા પહેલા જાણકારની સલાહ અવશ્ય લો.)

RELATED ARTICLES

Most Popular

Recent Comments