ઉતરાયણ પર્વ પર છેલ્લા પાંચ દિવસ દરમિયાન અનેક પક્ષીઓ ઘાયલ અને મોતને ભેટ્યા હતા, પરંતુ આનંદનાં આ પર્વમાં પતંગની દોરીઓથી ઉડતા પક્ષીઓની હાલત અતિદયનીય થવા પામી હતી અને જેને લઈને જ્યાં અને ત્યાં પક્ષીઓ ઘાયલ થતા જોવા મળી રહ્યા હતા.
શહેરમાં જુદી-જુદી જગ્યાએ સારવાર કેન્દ્રો
પરંતુ ભાવનગરમાં પક્ષી પ્રેમીઓએ આવા ઘાયલ પક્ષીઓની સારવાર માટે એનજીઓ, વનવિભાગ અને કોર્પોરેશન દ્વારા હેલ્પલાઈન આવતા કોલ પર સ્થળ પર પોહચી પક્ષીઓને સારવાર ડોકટરો દ્વારા આપવામાં આવેલ અને આવા પક્ષીઓ માટે ભાવનગર શહેરમાં જુદી-જુદી જગ્યાએ સારવાર કેન્દ્રો ખોલવામાં આવેલ જેમાં શહેરનાં વિક્ટોરિયા પાર્ક, પીલગાર્ડન, ગંગાજળીયા, સરકારી એનિમલ હોસ્પિટલ-નવાપરા તેમજ સીદસર અનીમલ હેલ્પલાઇન સેન્ટરોમાં પક્ષીઓની સારવાર શરુ કરવામાં આવી છે.
ઘાયલ પક્ષીઓના સારવાર માટે 12 રેસ્કયુ સેન્ટર કાર્યરત
જેથી સમયસર પક્ષીઓ ને સારવાર મળી જતા કેટલાય પક્ષીઓના જીવ બચાવી શક્યા હતા. અત્રે ઉલેખ્ખનીય છે કે, ગત વર્ષ કરતા આ વર્ષ ઘાયલ પક્ષીઓની સંખ્યામાં ઓછી છે. કારણ આજે સવારથી જ શહેરમાં કડકતી ઠંડીનું વાતાવરણ હોવાથી આકાશમાં પતંગો ઓછા ઉડતા હતા. તેમજ ભાવનગર શહેર ખાતે 27 વધુ ઘાયલ પક્ષીઓના સારવાર માટે 12 રેસ્કયુ સેન્ટર કાર્યરત રાખવામાં આવેલ છે. તેમજ ભાવનગર જીલ્લામાં 50 વધુ રેસ્ક્યુ સેન્ટર કાર્યરત રાખવામાં આવ્યા છે તેમાં 300 વધુ વોલન્ટરી, 25 જેટલા ડોક્ટર તેમજ અન્ય રાજ્યમાંથી આવેલ મેડીકલનાં વિદ્યાર્થીઓ અને ડોકટરો દ્વારા સારવાર કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે
પાંચ દિવસ દરમ્યાન ઘાયલ પક્ષીઓ અને મોત નિપજ્યા
આ અંગે ભાવનગર વન વિભાગના આરએફઓ દિવ્યરાજસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, ઉતરાયણ પર્વના તા.10 જાન્યુઆરીથી 15 જાન્યુઆરીના પાંચ દિવસ દરમિયાન અનેક પશુઓ મૃત્યુ અને ઈજાગ્રસ્ત થયા હતા જેમાં કબુતર ઈજાગ્રસ્ત -40 અને મૃત્યુ-12, કાગડો મૃત્યુ-1, ચામાચીડિયા ઈજાગ્રસ્ત-1, મૃત્યુ-1, વોટર બર્ડ ઈજાગ્રસ્ત -6 અને મૃત્યુ-2, ટીટોડી ઈજાગ્રસ્ત -1 અને મૃત્યુ-1, કુંજ ઇજાગ્રસ્ત -1, સુરખાબ ઈજાગ્રસ્ત -1 અને મૃત્યુ-0, કાકણ સાર ઈજાગ્રસ્ત -5 અને મૃત્યુ-1, કોમડક મૃત્યુ -1, ઢોર બગલા મૃત્યુ – 2, ઢાંક ઈજાગ્રસ્ત -39 અને મૃત્યુ-16 તથા અન્ય મૃત્યુ -1 સહિત જુદા જુદા પક્ષીઓના આ વર્ષે અત્યાર સુધીમાં ઈજાગ્રસ્ત -132 અને મૃત્યુ-38 જેટલા જુદા-જુદા પક્ષીઓનાં મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.