Thursday, September 28, 2023
Home Ajab Gajab 31મી ઑક્ટોબરે ‘હંટર્સ બ્લૂ મૂન’

31મી ઑક્ટોબરે ‘હંટર્સ બ્લૂ મૂન’

31મી ઑક્ટોબરે ‘હંટર્સ બ્લૂ મૂન’

31મી ઑક્ટોબરે ‘હંટર્સ બ્લૂ મૂન’, થશે બે ચાંદના દિદાર, માણી શકશો દુર્લભ નજારો

હવે હૈલોવીન 2020 માટે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વખતના હૈલોવીન 2020માં કંઇક ખાસ થવાનું છે. આ વખતે હૈલોવીનના ઉત્સવમાં સજાવટ માટે જૈક-ઓ-લાનટર્ન જ નહીં, પણ ‘બ્લૂ મૂન’ પણ તમારા કામમાં આવવાનું છે.

જેને હંટર મૂન કહેવાય છે, અને એ ઑક્ટોબરમાં બીજી પૂર્ણિમાની રાત્રે છે.

સામાન્ય રીતે દર મહિનામાં એક વખત પૂર્ણિમા અને એક વખત અમાસ હોય છે, પણ એવું બહુ દુર્લભ હોય છે કે એક જ મહિનામાં બે વખત પૂનમ હોય અને એવામાં બીજા પૂર્ણ ચંદ્રને ‘બ્લૂ મૂન’ કહેવામાં આવે છે.

ક્યારે અને કયા સમયે દેખાશે હંટર્સ મૂન

ઑક્ટોબરનો બીજો પૂર્ણિમાનો ચંદ્ર અથવા બ્લૂ મૂન હૈલોવીનની રાત્રે એટલે કે 31 ઑક્ટોબરે દેખાશે. ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે ને 20 મિનિટે તેમજ ઇસ્ટર્ન સમય મુજબ સવારે 10 વાગ્યે અને 51 મિનિટે ચંદ્રની ચમક સૌથી વધું હશે.

શું છે હંટર્સ મૂન?

હંટર્સ મૂન શબ્દનો ઉપયોગ પારંપરિક રૂપથી ઑક્ટોબર મહિનાની પૂર્ણિમાના ચંદ્ર માટે કરવામાં આવે છે. પરંતુ આ હાર્વેસ્ટ મૂન પછીની પૂર્ણિમાના ચંદ્ર માટે ઉપયોગ કરવામાં આવે છે. ઑક્ટોબર મહિનાની શરુઆત હાર્વેસ્ટ મૂનથી થઇ છે, એટલે કે આ મહિનાની આવનારી બીજી પૂનમ હંટર મૂન છે.

31મી ઑક્ટોબરે ‘હંટર્સ બ્લૂ મૂન’, થશે બે ચાંદના દિદાર માણી શકશો દુર્લભ નજારો

બ્લૂ મૂન કેમ?

બ્લૂ મૂનનો ચંદ્રના રંગ કે દેખાવ સાથે કોઇ સંબંધ નથી. એક મહિનામાં બીજી પૂનમના ચાંદને બ્લૂ મૂન કહેવાય છે.

આ ચંદ્ર સામાન્ય પૂર્ણિમાના ચંદ્રની જેમ જ હોય છે. જો કે આ વખતે આ ચંદ્ર એટલો નજીક નહિ હોય જેટલો પૂર્ણિમાનો ચંદ્ર દેખાય, આ સમયે પૃથ્વીથી ઘણો દૂર હશે.

31મી ઑક્ટોબરે ‘હંટર્સ બ્લૂ મૂન’, થશે બે ચાંદના દિદાર માણી શકશો દુર્લભ નજારો

હૈલોવીન શું છે ?

હૈલોવીન દરવર્ષે ઑક્ટોબર મહિનાના છેલાલા દિવસે એટલે કે 31મી ઑક્ટોબરે મનાવવામાં આવે છે. આને મનાવવા માટે કેટલીય પંરપરા એને રીતિ-રિવાજ છે.ગૈલિક પરંપરાને માનવાવાળા લોકો આ દિવસને તહેવારની જેમ ઉજવે છે.

આ પાકની સીઝનનો છેલ્લો દિવસ હોય છે, આ જ દિવસથી ઠંડીની શરુઆત થાય છે.આ સાથે એ લોકોની માન્યતા છે કે આ દિવસે મરેલા લોકોની આત્મા ઉઠે છે અને ધરતી પર હાજર જીવિત આત્માઓને હેરાન કરે છે. એવામાં એ આત્માઓના ડરને ભગાડવા માટે ભૂત-પ્રેત જેવા કપડાં પહેરવામાં આવે છે અને કેમ્ફફાયર કરવામાં આવે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments