Tuesday, October 3, 2023
Home Ayurved બાફેલા શાક ખાવાથી થતા આ લાભ વિશે જાણી આશ્ચર્યમાં પડી જશો..

બાફેલા શાક ખાવાથી થતા આ લાભ વિશે જાણી આશ્ચર્યમાં પડી જશો..

લીલા શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં ઘણા પ્રકારના વિટામિન હોય છે, જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં પોટેશ્યિમ, વિટામિન, ફાઇબર અને પ્રોટીન જેવા ઘણા પોષક તત્વો જળવાય રહે છે.

આમ તો દરેક ઘરમાં શાકભાજીનો ઉપયોગ તેલ, મસાલા વડે વઘાર્યા બાદ જ થાય છે. પરંતુ કેટલાક શાકભાજી એવા છે કે જેને માત્ર બાફીને ખાવાથી બમણો ફાયદો થાય છે. આ બાફેલા શાક રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને બેક્ટેરિયાથી પણ બચાવે છે. તો ચાલો જાણીએ એવા કેટલાક શાકભાજી વિશે જેને બાફીને ખાવા ફાયદાકારક છે.

બાફેલું બીટ

બીટ ખાતાં પહેલા ફક્ત 3 મિનિટ માટે તેને પાણીમાં ઉકાળો. આ રીતે બાફેલા બીટનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઊણપ હોય તો તે દૂર થાય છે. નિયમિત બાફેલું બીટ ખાવાથી સ્ત્રીઓની અનિયમિત માસિકની સમસ્યાઓ દૂર થાય છે. છે.

બાફેલા બટાટા

બટેટામાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે શરીરમાં ચરબી વધવાનું જોખમ વધે છે. તેથી જ્યારે પણ તમે બટેટા ખાવ તો તેને પહેલા બાફી લો. બાફેલા બટેટામાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘટી જાય છે.

કઠોળ

શું તમે જાણો છો કે કઠોળને શા માટે બાફીને ખાવામાં આવે છે?  તમને જણાવી દઈએ બાફેલા કઠોળ વધારે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. તેનાથી કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ અને વિટામિનની ખામી દૂર થાય છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments