Sunday, December 3, 2023
Home Bollywood બોલીવુડનાં ૫ સૌથી વૃધ્ધ અમીર સિતારાઓ

બોલીવુડનાં ૫ સૌથી વૃધ્ધ અમીર સિતારાઓ

બોલીવુડનાં આ છે ! ૫ સૌથી વૃધ્ધ અમીર સિતારાઓને, ત્રીજા નંબર વાળા પાસે તો સાત પેઢી સુધી ચાલે એટલુ ધન..

બોલિવૂડમાં દરેકના સિતારા બુલંદ નથી થતા, પરંતુ જેના થાય છે તેને સફળતાના શિખર પર પહોંચાડી દે છે. તેની પાછળ ખૂબ જ મહેનત હોય છે અને આજે આપણે જે સિતારા વિષે વાત કરવા જઈ રહ્યા છીએ, તે અમીર હોવાની સાથે સાથે સફળતાના શિખર પર બેસી ચૂકેલા છે. અત્યારે જો તેઓ હાલમાં કામ ન પણ કરે તો પણ તેમની આવનારી પેઢીઓ આરામથી પોતાનું જીવન પસાર કરી શકે છે. તો ચાલો મળીએ બોલિવૂડના ૪ એવા સૌથી વૃદ્ધ અમીર સિતારાઓને જેમણે દરેકના હૃદયમાં પોતાના ટેલેન્ટથી ખાસ જગ્યા બનાવી છે.

મળો બોલિવૂડની આ ૫ સૌથી વૃદ્ધ સિતારાઓ સાથે

આ લિસ્ટમાં અમે જેના વિશે જણાવીશું તેઓ બોલિવૂડના સિતારાઓ છે. તેમાંથી અમુકે તો પોતાના બાળપણ અને શરૂઆતના સમયમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે, પરંતુ આજે તેઓ પોતાની મહેનતને કારણે જે સ્થાન પર પહોંચ્યા છે ત્યાં પહોંચવું દરેક વ્યક્તિનું સપનું હોય છે. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર આ સિતારાઓ વિશે જાણીએ.

લતા મંગેશકર

બોલિવૂડની કોયલ તરીકે ઓળખાતા લતા મંગેશકરે ૩૫ હજારથી વધારે ગીત ગાયેલા છે. આજે ૮૯ વર્ષની ઉંમરમાં લતા મંગેશકર ભલે ગીત ગાતા ન હોય પરંતુ પોતાના સમયમાં તેઓ એ લોકોના હૃદયમાં ખાસ જગ્યા બનાવી હતી. લતાજીએ હિન્દી, સિવાય, મરાઠી, કન્નડ, તેલુગુ, અંગ્રેજી અને ઘણી અલગ અલગ ભાષાઓમાં ગીત ગાયેલા છે. ફિલ્મો સિવાય લતાજીએ ભજન અને ગઝલો પણ ગાયેલી છે. તેમના અવાજનો જાદુ ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ફેલાયેલ છે. લતા મંગેશકરને ભારત રત્ન સન્માન કરવામાં આવેલ છે અને તે સિવાય પદ્મશ્રી, પદ્મવિભૂષણ અને નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલ છે. એક રિપોર્ટ અનુસાર લતાજી પાસે ૪૦૦ કરોડની આસપાસ છે.

શત્રુઘ્ન સિંહા

બોલીવુડના ફેમસ એક્ટર શત્રુઘ્ન સિંહા લોકપ્રિય ડાયલોગ “અબે ખામોશ” આજે પણ લોકોને યાદ છે. શત્રુઘ્ન સિંહાએ હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે અને ફિલ્મોમાં તેમની દીકરી સોનાક્ષી સિંહા છવાયેલી રહે છે. પરંતુ શત્રુધ્નસિંહા એ પોતાના સમયમાં એકથી એક ચડિયાતી ફિલ્મોમાં કામ કર્યું હતું અને આજે તેમની પાસે ૧૨૦ કરોડ જેટલી સંપત્તિ છે.

દિલીપ કુમાર

દિલીપકુમાર ૯૬ વર્ષના થઈ ગયા છે. બોલીવુડના લેજેન્ડ એક્ટર દિલિપ કુમારનું હવે ઊઠવા બેસવાનું અને બોલવાનું બધું બંધ થઈ ગયું છે. પરંતુ પોતાના સમયમાં તે બધાના ફેવરિટ હતા. દિલીપ કુમારનું અભિનય દરેક વ્યક્તિને પસંદ આવે છે અને અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન જેવા મોટા સિતારાઓ પણ તેમના ફેન્સ હતાં. એવું બતાવવામાં આવે છે કે દિલીપ કુમારની પાસે ૬૦૦ કરોડની સંપતિ છે.

અમિતાભ બચ્ચન

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ૧૯૬૯ થી આજ સુધી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે તેમની પાસે આજે પણ પાંચ પ્રોજેક્ટ છે અને ૩ ફિલ્મો ખૂબ જ જલદી રિલીઝ થઈ શકે છે. અમિતાભ બચ્ચનને સદીના મહાનાયક કહેવામાં આવે છે. કારણ કે તેમણે ઘણી બધી બ્લોકબસ્ટર ફિલ્મો આપેલી છે. તેમની દરેક લોકોને પસંદ આવે છે અને સૌથી મોટી વાત એ છે કે તેમના નાના-મોટા, સ્ત્રી-પુરુષ બધા જ લોકો ફેન છે. દરેક ઉંમરના લોકોને તેમનો અભિનય પસંદ આવે છે. અમિતાભ બચ્ચન ની પાસે ૨૭૦૦ કરોડની આસપાસ પ્રોપર્ટી છે.

ધર્મેન્દ્ર

બોલિવૂડના હી-મેન તરીકે ઓળખાતા ધર્મેન્દ્ર ૫૦ વર્ષથી ફિલ્મોમાં કામ કરે છે. તેમણે પોતાના સમયમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી અને આજે પણ લોકોના મનપસંદ છે. એવું જણાવવામાં આવે છે કે ધર્મેન્દ્ર ની પાસે ૪૦૦ કરોડની સંપતિ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments