બોલિવૂડના અનેક સ્ટાર એવા છે જે લોકોમાં નામ અને સરનેમ બંને સાથે ફેમસ છે, પણ એવાં અનેક સ્ટાર છે જે તેમની સરનેમનો ઉપયોગ કરતાં નથી. બોલિવૂડના અનેક સ્ટાર સિંગલ નામનો ઉપયોગ કરે છે. તે સ્ટારના ફેન્સને પણ ખબર નથી કે તેમનું સાચુ નામ અને સરનેમ શું છે. તો અમે તમને એવાં કેટલાંક સ્ટાર્સના સાચા નામ અને સરનેમ જણાવીએ.
રણવીર સિંહ
બોલિવૂડ સ્ટાર રણવીર સિંહની સાચી સરનેમ સિંહ નહીં પણ ભવાની છે. એટલે કે, તેમનું આખું નામ રણવીર સિંહ ભવાની છે.
ધર્મેન્દ્ર
બોલિવૂડના દિગ્ગજ ધર્મેન્દ્ર તેમની સરનેમનો ઉપયોગ કરતાં નથી પણ તેમના દીકરા સની, બોબી અને દીકરી એશા સરનેમ દેઓલનો ઉપયોગ કરે છે.
રેખા
સુંદર અદાકારા રેખા પણ તેમની સરનેમ અને આખા નામનો ઉપયોગ કરતાં નથી. તેમનું આખું નામ ભાનુરેખા ગણેશન છે.
જિતેન્દ્ર
બોલિવૂડના સુપરસ્ટાર જિતેન્દ્ર પણ તે કલાકારોમાં સામેલ છે જે પોતાના નામની સાથે સરનેમનો ઉપયોગ કરતાં નથી. જિતેન્દ્રની સરનેમ કપૂર છે. જિતેન્દ્ર ખુદ તેમની સરનેમનો ઉપયોગ કરતાં નથી પણ, તેમનો દીકરો તુષાર અને દીકરી એકતા સરનેમનો ઉપયોગ કરે છે.
કાજોલ
બોલિવૂડ એક્ટ્રસ કાજોલ પણ તેમની સરનેમનો ઉપયોગ કરતા નથી. તેમનું આખું નામ કાજોલ મુખર્જી છે જોકે, લગ્ન પછી કાજોલ દેવગન થઈ ગયું છે. કાજોલ બોલિવૂડના દિગ્ગજ અદાકારા તનુજા અને શોમૂ મુખર્જીની દીકરી છે.
ગોવિંદા
બોલિવૂડના એક્ટર અને ડાન્સર ગોવિંદાની સરનેમ આહૂજા છે. તેમનું આખું નામ ગોવિંદ અરુણ આહૂજા છે. તેમની દીકરી ટીના તેના નામની સાથે સરનેમનો ઉપયોગ કરે છે, પણ ગોવિંદા સરનેમનો ઉપયોગ કરતાં નથી.
રજનીકાંત
સાઉથ અને બોલિવૂડ સુપરસ્ટાર રજનીકાંતનું અસલી નામ શિવાજીરાવ ગાયકવાડ છે. ખાસ વાત છે કે, રજનીકાંત જ નહીં તેમની દીકરઓ પણ ગાયકવાડ સરનેમનો ઉપયોગ કરતી નથી. તેમની બંને દીકરીઓ સૌંદર્યા અને ઐશ્વર્યા સરનેમની જગ્યાએ .તેમના પિતા રજનીકાંત નામ જોડે છે.
તબ્બૂ
બોલિવૂડ એક્ટ્રસ તબ્બુનું સાચું નામ ફાતિમા હાશમી છે, પણ તે માત્ર તબ્બુ નામનો જ ઉપયોગ કરે છે.