Monday, October 2, 2023
Home Travel ભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ

ભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ

ભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ

ભાવનગર શહેરનું ફરવાલાયક મનમોહક તળાવ અને જાણો આ તળાવનું નિર્માણ શા માટે કરવામાં આવ્યું…

ભાવનગર એટલે ભાવસિંહજી ગોહીલની નગરી! જ્યારે ભારત ગણતંત્રમાં ભળ્યુ એ પહેલા સુધી તે એક રજવાડુ હતું પરંતુ આજે ભલે તેઓ હયાત ન હોય પરંતુ તેમના સમયની આપેલી તમામ ધોરહર આજે પણ ભાવનગરમાં અડીખમ ઉભી છે. આજે આપણે ભાવનગરની એક એવી જગ્યા વિશે જાણીશું જે બહુ જ મનમોહક અને પ્રકૃતિના સૌંદર્યના દર્શન કરાવે છે.

ભાવનગરનું બોર તળાવ એ આજના સમયનું ગૌર શંકર તળાવ. ખરેખર રમણીય તેમજ વિશાળ તળાવ નગરની શોભા વધારે છે, આ તળાવનું નામકરણ ભાવનગર રાજ્યના એક સમયના દીવાન શ્રી ગૌરીશંકર ઓઝાના નામ પરથી પડ્યું. આ તળાવને કીનારે અનેક ફરવાલાયક જગ્યાઓ આવેલી છે, જે પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે.


થાપનાથ મહાદેવનું મંદિર, કૈલાશવાટીકા નામની બાલવાટીકા, બોટ-ક્લબ, સુંદરાવાસ બંગલો અને ભાવવિલાસ પેલેસ. ખાસ તો આ તળાવમાં આવેલા ટાપુઓમાંના એક ટાપુ પર રજવાડાના સમયમાં હવાખાવા માટેનું સ્થળ બનાવાયેલું પણ હાલ એ બંધ હાલતમાં છે.

આ તળાવ નિર્માણ કરવા પાછળનો ઇતિહાસ!

ભાવનગરવાસીઓ તેમજ આજુબાજુમાં વિસ્તારોને પાણીની સમસ્યાઓનું નિવારણ લાવવા માટે શહેરથી 3 કીમી દૂર સ્થાપનાથ મહાદેવના સાનિધ્યમાં બે ટેકરીઓ વચ્ચે આ તળાવ નિર્માણ કરવાનું નક્કી થયું અને આ કામ ઇજેનર મી.ઇસ્ટ અને મી.વિસ્ટ 1871માં સોંપવામાં આવ્યું અને આખરે તે સમયમાં 6 લાખના ખર્ચે 1872માં એટલે એક વર્ષમાં આ તળાવનું બાંધકામ પૂર્ણ થયું અને ભાવનગર શહેરને આ તળાવની ભેટ મળી. ખાસ વાત એ છે કે, જળસંગ્રહ કરવા માટેનું આ ગુજરાતનું પ્રથમ તળાવ હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments