બોરતળાવ ફૂલ થતાં ભિકડા ડેમના દરવાજા બંધ
બોરતળાવ ફૂલ થતાં ભિકડા ડેમના દરવાજા બંધ..
હવે પાણી જશે માલેશ્રી નદી વરતેજ બાજુ…
હાલમાં બોતળાવ જ્યારે છલોછલ ભરાઈ ગયો છે,
ત્યારે ભિકડા ડેમથી જ્યાંથી બોરતળાવ માં આવક આવતી હતી તે આવક બંધ કરવામાં આવી છે,
ડેમના પાટીયા બંધ કરી દેવામાં આવ્યા છે, ત્યારે ભિકડા ડેમમાં પાણીની આવક થતાં આજુબાજુના લોકો ફરવા તેમજ પ્રાકૃતિક પ્રેમીઓ નિહાળવા પહોંચી રહ્યા છે,
જેમાં વીડિયોમાં દેખાય છે કે ડેમની સપાટી અટાયરે ૬થી ૭ ફૂટ પાણી ભરાઈ ગયું છે,
હવે જેમ જેમ આવક વધશે તેમ ઉપરનું પાણી વરતેજ થઈ માલેશ્રી નદી થી આ પાણી દરિયામાં વહી જશે…