Monday, October 2, 2023
Home Ajab Gajab બ્રિટનમાં લાગશે આ 21 શીખ યોદ્ધાઓની મૂર્તિઓ

બ્રિટનમાં લાગશે આ 21 શીખ યોદ્ધાઓની મૂર્તિઓ

બ્રિટનમાં લાગશે આ 21 શીખ યોદ્ધાઓની મૂર્તિઓ

લંદનથી 114 મીલ દુર પર સેન્ટ્રલ ઈંગ્લેન્ડમાં વોલ્વેરહૈમ્પટન શહેર આવેલું છે. જ્યાં શીખોની વધારે સંખ્યાં છે તેમજ એક મોટુ ગુરૂદ્વારા પણ આવેલું છે. હવે આ ગુરૂવારે બાહર સારાગઢીના 21 શીખ યોદ્ધાઓની મુર્તિઓ લાગશે. જો તમે અક્ષય કુમારના ફિલ્મ કેસરીમાં જોઈ હશે તો તમને સમજાઈ જશે કે સારાગઢીના યોદ્ધાઓ કોણ છે. જેની મૂર્તિઓ લંડનમાં લાગવાની છે.

સારાગઢીના 21 શીખ યોદ્ધાઓની કહાની

તમને જાણીને આશ્ચર્ય થશે કે, સમગ્ર ઈંગલેન્ડ દર વર્ષે 12 સપ્ટેમ્બરના રોજ આ 21 શીખ યોદ્ધાઓના સમ્માનમાં દર વર્ષે સારાગઢી ડે મનાવે છે. એક રીતે તેનું સામ્રાજ્ય બચાવવા માટે તેને ધન્યવાદ આપે છે. હવાલદાર ઈશ્વરસિંહની આગેવાનીમાં સારાગઢીની આ લડાઈ 12 સપ્ટેમ્બર 1897માં લડવામાં આવી હતી. બ્રિટીશ ભારત અને અફઘાનિસ્તાનની સીમા પર અંગ્રેજોના 2 કિલ્લાની વચ્ચે એક ચોકી હતી સારાગઢી. જે બંને કિલ્લાઓ વચ્ચે કોમ્યુનિકેશનનું કામ કરતી હતી. અચાનક એક દિવસ આ ચોકી પર 10 હજારથી વધારે અફઘાનીઓએ હૂમલો કર્યો હતો.

કિલ્લો બચાવવા માટે થયા હતા શહીદ

જ્યારે આ સમયે ચોકી પર માત્ર 21 સૈનિક હતા. આ કિલ્લો બચાવવા માટે તેણે અફઘાનીઓને રોકવાનું કામ આ 21 શીખ સૈનિકોએ કર્યું હતું. કલાકો સુધી તેમને રોકીને રાખ્યા અને પોતાના જીવ ગુમાવી દીધાં હતાં. હજારો અફઘાનીઓએ આ 21 સૈનિકોને મારી નાંખ્યાં હતાં. ફિલ્મ કેસરીમાં હવાલદાર ઈશ્વરસિંહનું પાત્ર અક્ષય કુમારે ભજવ્યું છે. અંગ્રેજી સેનાની 36મી શીખ રેજિમેન્ટ આ 21 બહાદુર સિપાહીઓને આ દિવસે મૃત્યોપરાંત પરમવીર ચક્ર જેવા સૌથી મોટો સૈન્ય એવોર્ડ આપ્યો છે.

બ્રિટન છે ઋણી

જ્યારે ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના સભ્યોએ સ્થાનિક વહીવટને સારાગઢીના નાયકો માટે જમીન લીઝ પર માંગી, કારણ કે ઇંગ્લેંડના લોકો તે નાયકોના ઋણી છે, તેથી તે સરળ બન્યું. આ પ્રસંગે, ત્યાં એક વિશાળ સંભારણું પટ્ટી પણ મૂકવામાં આવશે, જેમાં લખવામાં આવશે – 36મી શીખ રેજિમેન્ટના 21 નાયકોને શ્રદ્ધાંજલિ આપવા, જેમની બહાદુરી 12 સપ્ટેમ્બર 1897 ના યુદ્ધમાં ઇતિહાસનો ભાગ બની હતી. આ મૂર્તિઓને કલાના ક્ષેત્રમાં કામ કરનારા એનજીઓ ઈન્ડસ્ટ્રીયલ હેરિટેજ સ્ટ્રોંગહોલ્ડના બ્લૈક કંટ્રી આર્ટિસ્ટે તૈયાર કરી હતી. આ મૂર્તિઓની ડ્રોઈંગ પહેલા જ તૈયાર કરીને મંજૂરી લઈ લીધી છે. હવે આ મૂર્તિઓનું અનાવરણ થવાની તૈયારીમાં છે.

સોર્સ

RELATED ARTICLES

Most Popular

Recent Comments