Thursday, November 30, 2023
Home Ajab Gajab 1 કલાકમાં ઝાપટી જાવ આ બૂલેટ થાળી અને 1.6 લાખની બૂલેટ ઘરે...

1 કલાકમાં ઝાપટી જાવ આ બૂલેટ થાળી અને 1.6 લાખની બૂલેટ ઘરે લઈ જાવ..

પુણેમા વડગામ માવલ સ્થિત એક રેસ્ટોરેંટ માલિકે પોતાને ત્યા ગ્રાહકોને બોલાવવા માટે એક અનોખી રીત અપનાવી છે. અહીના શિવરાજ રેસ્ટેરેંટના માલિક અતુલ વાઈકરે એક શરત રાખી છે.

કે જે પણ ગ્રાહક તેના રેસ્ટોરેંટમાં તૈયાર કરવામાં આવેલ સ્પેશ્યલ નોનવેઝ થાળીનુ આખુ ભોજન ખાઈ જશે તેને બે લાખ રૂપિયાવાળી રોયલ એનફીલ્ડ બુલેટ બાઈક ભેટમાં આપવામાં આવશે.

આ સ્પેશ્યલ થાળીની કિમંત 2500 રૂપિયા છે. થાળીમાં જુદા જુદા રીતે 12ના વ્યંજન સામેલ છે. આ થાળીમાં પીરસાતા ભોજન લગભગ 4 કિલો છે. આ માટે અતુલે કેટલીક શરતો રાખી છે. એક ગ્રાહક ને એકલાએ જ સમગ્ર ભોજન ખાવુ પડશે. બીજુ આખી થાળી 60 મિનિટની અંદર ખતમ કરવી પડશે.

એવુ કહેવાય રહ્યુ છે કે રેસ્ટોરેંટના માલિકે ગ્રાહકોની માહિતી માટે મેન્યૂ કાર્ડમાં આ કૉન્ટેસ્ટનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ રેસ્ટોરેંટની બહાર પાંચ નવી બુલેટ પણ ઉભી કરી રાખી છે. અતુલના મુજબ સોલાપુરના રહેનારા સોમનાથ પવારે એક કલાકથી પણ ઓછા સમયમાં સમગ્ર ભોજન ખાઈને બુલેટ જીતી લીધી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments