સમગ્ર દેશ દીપ પ્રગટાવી, મંગલકામના કરી વિશેષ યોગમાં કરી સૌ કોઈએ પ્રાર્થના..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તમામ બોલીવુડના કલાકારોએ દિવો પ્રગટાવ્યો….
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતાને આહ્વાન કરીને કહ્યુ હતું કે દીપ પ્રગટાવજો જેનાથી મનોબળ વધશે. ધર્મ ગ્રંથોમાં દીપકનું ખુબજ મહત્વ રહેલુ છે. દીપમાં દેવતાઓનું તેજ વરસે છે.
ઋગ્વેદમાં દીપનું મહત્વ દર્શાવાયુ છે. સકારાત્મક ઉર્જા માટે દીપ પ્રાગટ્યનું વિશેષ મહત્વ છે.
PM નરેન્દ્ર મોદીએ 5 એપ્રિલ એટલે કે આજે રાતે 9 વાગે ઘરના મુખ્ય દરવાજે અથવા બાલ્કનીમાં દીવો પ્રગટાવવાનો આગ્રહ કર્યો હતો. આજે જે તિથિ અને યોગ બની રહ્યો છે,
તેમાં ઘરના ઉંબરે દીવો પ્રગટાવવાની પરંપરા તો છે જ. રવિવારે દિવસે મદન બારસ અને રાતે 9 વાગ્યા પહેલાં તેરસ તિથિ શરૂ થઇ છે. .
બંને તિથિઓમાં સનાતન પરંપરામાં ઘરના ઉંબરે અથવા ફળિયામાં દીવો પ્રગટાવવાનો નિયમ ઉલ્લેખવામાં આવ્યો છે. PMની દીવો પ્રગટાવવાની અપીલને થોડાં લોકો વિજ્ઞાન સાથે, તો થોડાં મનોવિજ્ઞાન સાથે જોડી રહ્યા હતા. જે કઈ હોય પણ ભારતમાં અમીર હોય કે ગરીબ હોય તમારે સહકાર આપી પાલન કર્યું હતું..
જુઓ ફોટા,…
રવિવાર રાતે 9 વાગે તેરસ તિથિ. તેને વિજયા તિથિ કહેવામાં આવે છે. આ તિથિમાં કોઇપણ ખાસ કામના સાથે કરેલાં કામ પૂર્ણ થાય છે અને તેમાં વિજય પ્રાપ્ત થાય છે. આ દિવસે ગંડ નામનો યોગ બની રહ્યો છે.
આ સમયે કૌલવ નામનું કરણ રહેશે. આ અશુભ યોગના પ્રભાવથી કોઇ બિમારીનો ઉપચાર કરવાથી તેની ગતિ અટકી જાય છે.
સારાવલી ગ્રંથ પ્રમાણે રાતે 9 વાગ્યાની કુંડળીમાં ચંદ્ર અને બુધથી જાપ ધ્યાન સમાધિ યોગ બની રહ્યો છે. તે સમયે તુલા લગ્નની કુંડળીમાં બૃહસ્પતિની સ્થિતિથી આરોગ્ય યોગ બની રહ્યો છે.
આ યોગમાં વિશેષ કામના સાથે કરેલાં કાર્યોથી લાંબી ઉંમર, સંપત્તિ અને રાજનૈતિક શક્તિઓનું સુખ મળે છે. તેરસ તિથિ દરમિયાન સાંજે અથવા રાતે ઘરની બહાર દીવો પ્રગટાવવાથી યમરાજ તે ઘરમાં રહેતાં લોકોના કષ્ટ દૂર કરે છે.