સંતરાની છાલનો પાવડર ગુલાબજળમાં મેળવી અડધો કલાક ચામડી પર લગાડી રાખો. અથવા દૂધ અને દીવેલ સરખે ભાગે નિયમિત રીતે માલિશ કરો.
કારેલાનાં પાનનો રસ ચોપડવાથી ચામડીના રોગો મટે છે. કાકડીને ખમણીને તેનો રસ ચોપડવાથી ચામડી સુંવાળી બને છે.

ચામડી ફાટતી હોય તો તેના પર વડનું દૂધ લગાવો. મૂળાના રસમાં થોડું દહીં નાખી ચહેરા પર લગાવવાથી ચામડી ચમકીલી બને છે.
ઠંડા પાણીમાં લીંબુ નિચોવીને સ્નાન કરવાથી ચામડી સુંવાળી બને છે. સ્નાન કરતાં પહેલાં અડધા કલાક અગાઉ શરીર પર દૂધની મલાઈનો લેપ કરવો.

લીમડાનાં પાનનું ચૂર્ણ છ મહિના સુધી લેવાથી સફેદ કોઢ મટે છે. બટાટાની છાલને શરીર પર ઘસવાથી ચામડી સુંવાળી થાય છે.
હરડે અને ફટકડીનું પાણી અળાઈ પર લગાવવાથી અળાઈ મટે છે. સવારે બબ્બે તોલા મધ ઠંડા પાણીમાં મેળવીને પીવાથી ખંજવાળ, ફોલ્લી મટે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. કોઈ પણ વ્યક્તિએ પોતાની તાસીર પ્રમાણે ઉપચાર કરવો.