Friday, June 9, 2023
Home Gujarat આધાર કાર્ડમાં સરનામું બદલવું હવે થયું ઘણું સહેલું, માત્ર 5 મિનિટમાં મોબાઈલ...

આધાર કાર્ડમાં સરનામું બદલવું હવે થયું ઘણું સહેલું, માત્ર 5 મિનિટમાં મોબાઈલ દ્વારા જ બદલાવો…

આધાર કાર્ડ આજકાલ ઘણું જરૂરી થઈ ગયું છે. થોડા દિવસ પહેલા સુધી સિમ કાર્ડ લેવા માટે પણ આધાર કાર્ડની જરૂર હતી, જો કે હવે આ જરૂરિયાત (અનિવાર્યતા) ને દૂર કરી દેવામાં આવી છે. પણ બેંક, રેશનકાર્ડ પર મળતા અનાજ અને રાંધણ ગેસ સાથે જોડાયેલા ઘણા કામ આજે પણ આધાર કાર્ડ વગર અધૂરા છે.

ઘણા લોકો એવા હશે જેમણે પોતાનું આધાર કાર્ડ ઘણા સમય પહેલા બનાવડાવ્યું હશે. પણ હવે સરનામું બદલાઈ જવાને કારણે એમને ઘણી મુશ્કેલી થવા લાગી છે. તો ચાલો આજે અમે તમને આધાર કાર્ડમાં સરનામું બદલવાની ઓનલાઈન પદ્ધતિ જણાવીએ.

સૌથી પહેલા તમારે ભારતીય વિશિષ્ટ ઓળખાણ પ્રાધિકરણ (UIDAI) ની વેબસાઈટ uidai .gov .in પર જવું પડશે. અનર ત્યારબાદ આધાર ઓનલાઈન સર્વિસ (Aadhaar Online Services) ના વિકલ્પ માંથી આધાર અપડેટ (Aadhaar Update) વિભાગમાં જવાનું છે અને આધાર અપડેટ રિકવેસ્ટ (ઓનલાઈન) (Address Update Request (Online) ) પર ક્લિક કરવાનું છે.

તમને UIDAI વેબસાઈટ એ સંપૂર્ણ રીતે આધાર કાર્ડ માટેની જ વેબસાઈટ છે. ગુગલ માં જઈને UIDAI સર્ચ કરતા જ તમને એ સરળતાથી મળી જશે. એના પર તમે આધાર કાર્ડ સાથે જોડાયેલી બધી માહિતી મેળવી શકો છો.

ત્યારબાદ તમારી સામે એક નેવું ટેબ ખુલી જશે. જેમાં થોડી સૂચના સાથે અપડેટ એડ્રેસનું વિકલ્પ મળશે. સરનામું સુધારવા માટે સૌથી જરૂરી એ છે કે તમારી પાસે એ મોબાઈલ નંબર હાજર હોય જે તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલો છે. કારણ કે એ જ નંબર પર અપડેટ માટે ઓટીપી (OTP વન ટાઈમ પાસવર્ડ) આવશે. હવે સામે આવેલી ટેબમાં અપડેટ એડ્રેસના વિકલ્પ પર ક્લિક કરો અને પોતાનું પોતાનો આધાર નંબર નાખી લોગ ઈન કરો.

હવે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. હવે ઓટીપી નાખીને આગળ વધો અને ડેટા અપડેટ રિકવેસ્ટ (Data Update Request) પર ક્લિક કરો. હવે તમે એડ્રેસ વાળા વિકલ્પ પર ક્લિક કરો. હવે તમારી સામે આધાર અપડેટ (Aadhaar Update) નો વિકલ્પ જોવા મળશે. હવે પોતાના અનુસાર પોતાનું નવું સરનામું લખો અને સબમિટ અપડેટ રિકવેસ્ટ (Data Update Request) વિકલ્પ પર ક્લિક કરો.

આ પણ વાંચો :

શુ તમે જાણો છો તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી
સિસ્ટમમાં આધારકાર્ડ એન્ટર કરો અને 10મી મીનિટે મેળવો પાનકાર્ડ
હવે આધારકાર્ડમાં સુધારા માટે નહી જવું પડે જનસેવા કેન્દ્ર

ડેટા અપડેટ રિકવેસ્ટ પછી તમારે થોડા પુરાવા(ડોક્યુમેન્ટ) પણ આપવા પડશે, જેમાં પાસપોર્ટ, બેંક સ્ટેટમેન્ટ, બેંક પાસબુક, પોસ્ટ ઓફિસ એકાઉન્ટ પાસબુક, રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડ (આ બધા પુરાવા માંથી કોઈ એક મૂકી શકાય છે) વગેરે શામેલ છે. આ પુરાવા પર તમારે પોતાની સહી પણ કરવી પડશે અને એની ઝેરોક્ષ (ફોટો કોપી – સ્કેન કરીને) અપલોડ કરવી પડશે.

ત્યારબાદ પોતાની નજીકના બીપીઓ સર્વિસ પ્રોવાઈડરને પસંદ કરો અને રિકવેસ્ટ સબમિટ બટન પર ક્લિક કરો. હવે તમને એક અપડેટ રિકવેસ્ટ નંબર (Update Request Number) પ્રાપ્ત થશે. આ નંબરની મદદથી તમે રિકવેસ્ટની એક્નોલેજમેન્ટ કોપી ડાઉનલોડ અને પ્રિંટ કરી શકો. રિકવેસ્ટ સબમિટ કર્યા પછી થોડા દિવસો પછી તમારું નવું સરનામું અપડેટ થઈ જશે અને તમારા ઈ-મેઈલ અથવા મોબાઈલ નંબર પર નોટિફિકેશન મળશે.

આધાર કાર્ડમાં ઓનલાઈન પોતાનું સરનામું બદલવા માટે તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક/અપડેટ હોવો જરૂર છે. જો એવું ન હોય તો તમારા મોબાઈલ પર ઓટીપી આવશે નહિ અને તમે સરનામું સુધારી શકશો નહિ. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ઓનલાઈન અપડેટ કરી શકાતો નથી. એ કામ માટે તમારે નજીકના આધાર સેન્ટર પર જવાનું રહેશે. આધાર કાર્ડની વેબસાઈટ પરથી તમે નજીકના આધાર સેન્ટરની માહિતી મેળવી શકશો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments