Sunday, May 28, 2023
Home Bhavnagar ૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો

૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો

૧૯૦૦ માં પડેલા દુકાળમાં ભાવસિંહજીના રાહતના કામો..

‘ઈ. સ. ૧૯૦૦ એટલે વિ. સં. ૧૯૫૬માં ભાવનગર રાજ્યમાં ભયંકર દુકાળ પડ્યો. તે વિ. સં. ૧૯૫૬માં પડેલો તેથી તે “છપ્પનિયા દુકાળ” તરીકે ઓળખાય છે.

આ દુકાળ ભારતના અનેક ભાગોમાં પડ્યો હતો. આ સમયે લોકોની દુકાળ સામે ની ટકવાની શક્તિ ન હોવાને કારણે તેમણે ખૂબ મુશ્કેલી અનુભવી હતી.

ઈ. સ. ૧૯૦૧-૦રના ભાવનગર રાજ્યના એડમિનિસ્ટ્રેશન રિપોર્ટ પ્રમાણે ભાવનગર રાજયની વસ્તીમાંથી ૫૯ હજાર ગંભીર રીતે, ૧.૩૪ લાખ સામાન્યરીતે અને ૨.૫૦ લાખ લોકો બહુ ઓછી રીતે અસરગ્રસ્ત થયા.

અનાજ અને ઘાસનો સંગ્રહ કરવાની જૂની પ્રથાનો ત્યાગ કરાયેલો તેથી તેનાં ભયંકર પરિણામો પ્રજાને ભોગવવા પડ્યાં.

ખેડૂતો અને ભરવાડોએ પોતાનાં જાનવરો નજીવી કિંમતે વેચી નાખ્યા, અને પાંદડાં તથા હાથિયા થોરના ગરભ ખવરાવી માંડમાંડ બચાવ્યાં. હતા.. આ ભયંકર આફત ને નિવારવા માટે ભાવસિંહજીએ વિવિધ વિસ્તારમાં મુલાકાત લઈ.

લોકોને વ્યક્તિગત રીતે મળતા અને રાહત માટે સ્થળ ઉપર જ જરૂરી લોકોમાં પણ કરતા ભાવસિંહજીએ દુકાન રાહતો કામો પાછળ કુલ ૨૩ લાખ રૂપિયા સામાન્ય વર્ષમાં રાજ્યની કુલ આવક નો લગભગ ૭૫ ટકા ભાગ વાપર્યા હતા પોતાના રાજ્યની આ ઉદારતા અને પ્રજા કલ્યાણની ભાવના ને લોકોએ બિરદાવી હતી..

ઈ. સ. ૧૯૦૦ પછી ઈ. સ. ૧૯૧૨માં સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં કેટલાંક ભાગોમાં દુકાળ પડ્યો. આ દુકાળને ખેડૂતો “ઢેફાંકાળ” કહેતા હતાં.

૧૯૦૦ માં દુકાળના કડવા અનુભવ પછી રાજય અને પ્રજાએ ઘાસચારાના સંગ્રહને આવશ્યક ગણ્યો હતો. તેથી ઈ. સ. ૧૯૧૨ના દુકાળમાં લોકોને બહુ મુશ્કેલી વેઠવી પડી ન હતી.

આ વખતે ગામેગામ દુકાળ રાહતસમિતિઓ તથા કેટલ કેમ્પ અસ્તિત્વમાં આવ્યા દુકાળ રાહત સમિતિ જેટલી રકમ એકત્ર કરતી તેટલી જ રકમ ભાવનગર રાજ્ય પોતાના તરફથી આપતું વળી રાજ્ય આ સમિતિઓના કાર્યમાં કોઈ દખલગીરી કરતું નહિ.

આ રાહત સમિતિઓએ ખૂબ જ પ્રશંસાપાત્ર કામ બજાવ્યું હતું આમ રાજ્ય તથા પ્રજાકીય સંસ્થાઓ દ્વારા દુકાળ રાહતનાં કાર્ય કરવામાં આવ્યાં હતાં

સંદર્ભ. ભાવનગર રાજ્યનો ઇતિહાસ..

RELATED ARTICLES

Most Popular

Recent Comments