Saturday, June 10, 2023
Home Knowledge બનાવો બાજરાના લોટના ચરમિયા અને કરો સવારનો સ્વાદિષ્ટ નાસ્તો !

બનાવો બાજરાના લોટના ચરમિયા અને કરો સવારનો સ્વાદિષ્ટ નાસ્તો !

જો તમે વિચારી રહ્યા હોય કે સવારે ચા સાથે શુ જમવું ? તો તમારા માટે આ અહી નવી વેરાયટી, જે તમને સ્વાદિષ્ટ પણ લાગશે અને તેને તમે એકલી પણ ખાઈ શકો અને ચા કે નાસ્તા સાથે પણ લઇ શકો છો, તો ચાલો જાણીએ અને શીખીએ આ રેસીપી વિષે..

સામગ્રી…

એક બાઉલ બજારનો લોટ..

લીલું લસણ, જીણું સંભારેલું, અડધો કપ..

લીલી ડુંગળી, ૨ ચમચી..

આદુ, મરચા, લસણ,ની પેસ્ટ ૨ ચમચી..

મીઠું સ્વાદ અનુસાર, છાસ જરૂર મુજબ..

ચપટી હિંગ..

તેલ ટાળવા માટે..

સૌ પ્રથમ બાજારના લોટમાં લીલું લસણ, લીલી ડુંગળી, તથા આદુ – મરચા – લસણની પેસ્ટ ઉમેરી, તેમાં મીઠું અને હિંગ ઉમેરી હાથથી મિક્ષ કરી લેવું, ત્યારેબાદ થોડી થોડી કરીને છાસ ઉમેરતા રહેવું અને લોટ બંધાતા જવું,

આ મસળીને લોટ બાંધ્યા બાદ તેને ૧૦ મિનીટ એક કપડામાં બાંધીને ઢાકી દેવો, ત્યારબાદ હાથેથી તેની નાની નાની પુરીઓ બનાવી તળી લેવી,

તમારી આ નાસ્તાની વાનગી તૈયાર છે…

RELATED ARTICLES

Most Popular

Recent Comments