Monday, March 27, 2023
Home Gadget લોન્ચ થયો દેશનો સૌથી સસ્તો ફોન

લોન્ચ થયો દેશનો સૌથી સસ્તો ફોન

લોન્ચ થયો દેશનો સૌથી સસ્તો ફોન

ફેસ્ટિવલ સીઝનના દૌરમાં તમે એક ફોનની શરૂઆતી કિંમત કેટલી ગણી શકો છો. દેશમાં અત્યાર સુધીનો સૌથી સસ્તો ફોન લોન્ચ થયો છે. જોકે તેને સાંભળીને ફ્રીડમ 251ને મગજની બહાર નિકાળી દેશો.

લોન્ચ થયો દેશનો સૌથી સસ્તો ફોન, કીંમત જાણીને થશે આશ્વર્ય


નવી દિલ્હી: ફેસ્ટિવલ સીઝનના દૌરમાં તમે એક ફોનની શરૂઆતી કિંમત કેટલી ગણી શકો છો. દેશમાં અત્યાર સુધીનો સૌથી સસ્તો ફોન લોન્ચ થયો છે. જોકે તેને સાંભળીને ફ્રીડમ 251ને મગજની બહાર નિકાળી દેશો, કારણ કે તે એક સ્માર્ટફોન હતો. આ સ્માર્ટફોન તો નથી પરંતુ એક ફીચર ફોન છે જેને તમે કોઇને ગિફ્ટ કરી શકો છો, જે ફક્ત આ પ્રકારના ફોનનો ઉપયોગ કરે છે. ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ બનાવનાર કંપની ડીટલ (Detel) એ આ ફોન લોન્ચ કર્યો છે.

ડી1 ગુરૂના નામથી લોન્ચ આ ફોનની કિંમત માત્ર 699 રૂપિયા છે. ફોનમાં 16જીબીની મેમરી છે જે એક્સપેંડેબલ છે. સાથે જ ફ્લેશલાઇટ, જીપીઆરએસ અને બીટી ડાયલર જેવા સ્માર્ટ ફીચર છે. કંપનીએ તેને બે નવા કલર વેરિએન્ટ નેવી બ્લૂ અને બ્લેકમાં આ ફોનને લોન્ચ કર્યો છે.

જો વાત કરીએ તો સ્પેસિફિકેશન્સની તો પછી ફોનમાં 1.8” એલસીડી ડિસ્પ્લે, ડુઅલ ફ્લેશલાઇટ, ઓડિયો અને વીડિયો પ્લેયર, ડિજિટલ કેમેરા, વાયરલેસ એફએમ, પાવર સેવિંગ મોડ, એસઓએસ તથા 1000 એમએએચ બેટરી ક્ષમતા જેવી ફીચર્સ સામેલ છે.

સ્માર્ટફોન વડે મોકલી શકાય છે મેસેજ અને ઇમેજ
આ ફોનમાં એક ઇંસ્ટેંટ મેસેજિંગ એપ ઝેડ-ટોક છે, જેની મદદથી લોકો કોઇપણ સ્માર્ટફોનને સરળતાથી મેસેજ અને ફોટો મોકલી શકશો. સારી ક્વોલિટીથી બનાવવામાં આવેલો નવો ડી1 ગુરૂ અવાજ અને મ્યૂઝિકની દ્વષ્ટિએ બેસ્ટ ક્વોલિટી સાથે ઘણા ફીચર્સથી સજ્જ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments