ચેન્નઈ સુપરકિંગ્સને આઈપીએલ 2020 પહેલા મોટો ફટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ચેન્નઈ સુપરકિંગ્સના 11 સભ્યને કોરોના થયો છે. કોરોના પીડિત સભ્યના નામનો ખુલાસો થયો નથી. જોકે આ ટીમ માટે ખરાબ સમાચાર છે. ચેન્નઈ સુપરકિંગ્સે શુક્રવારે દુબઈમાં પ્રેક્ટિસ શરૂ કરવાની હતી પણ હવે આખી ટીમને ક્વૉરન્ટાઇ કરવામાં આવી છે
ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલા રિપોર્ટ પ્રમાણે ચેન્નઈ સુપરકિંગ્સના જે સભ્યોને કોરોના થયો છે તે સપોર્ટ સ્ટાફ છે કે અધિકારી તે વિશે હજુ પૃષ્ટિ થઈ નથી. રિપોર્ટ પ્રમાણે સીએસકેના સભ્યોને દુબઇ પહોંચ્યા પછી જ કોરોના થયો છે.
હવે ટીમનો ક્વૉરન્ટાઇન સમય એક સપ્તાહ માટે વધારે દીધો છે. સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે કે ચેન્નઈ સુપરકિંગ્સના કુલ 11 સભ્યોને કોરોના થયો છે. જેમાં એક ભારતીય ખેલાડી પણ છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ ખેલાડી ફાસ્ટ બોલર છે. જોકે અત્યાર સુધી નામનો ખુલાસો થયો નથી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે સીએસકેની આખી ટીમ અને સપોર્ટ સ્ટાફ-અધિકારીઓનો ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવશે. બીસીસીઆઈએ યૂએઈ પહોંચ્યા પછી ત્રણ કોરોના ટેસ્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે. શુક્રવારે થનાર ટેસ્ટના પરિણામ શનિવારે આવશે