નાક અને મોઢું બંધ કરીને છીંકને જબરદસ્તી રોકવાનો પ્રયાસ જીવન માટે ઘાતકી હોઈ શકે છે. ડૉક્ટરોએ આ બાબતે ચેતવણી આપી છે.
એક વ્યક્તિ હાલમાં જ છીંક રોકવાનું પરાક્રમ બતાવવાનો પ્રયાસ કરતા ઘાયલ થઈ ગયો હતો.
તેના ગળામાં સમસ્યા ઉભી થઈ ગઈ હતી. નાક અને મોઢું બંધ કરીને છીંકને રોકવાનો પ્રયાસ કરતા તે યુવકના મોઢામાં તમતમાટી ઉભી થઈ અને ત્યારબાદ ગળુ સોજી ગયું હતું.
બ્રિટેનના લીસેસ્ટર વિશ્વવિદ્યાલય હોસ્પિટલના ડૉક્ટરોએ તેમની સારવાર કરી હતી.
ભારતીય મૂળના રઘુવિંદર એસ. સહોટા અને સુદીપ દાસ સહિત અન્ય ડૉક્ટરોએ જણાવ્યું કે,
થોડીવાર બાદ તેને કોઈ વસ્તુ નીકળવાનું મહેસુસ થયું અને પછી તેનો અવાજ જતો રહ્યો.
સાત દિવસ હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ તેની સમસ્યા ઓછી થઈ. ડૉક્ટરોએ જણાવ્યું કે,
“નાક અને મોઢે બંધ રાખીને છીંકને રોકી રાખવી ખતરનાક છે અને તેનાથી બચવું જોઈએ.’